________________
૧૪
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫
ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છા પ્રાયઃ હોતી નથી. તેથી મુક્તિઅદ્વેષવાળાની મન-વચન-કાયાની ચેષ્ટા મુક્તિના ઉપાયના મલનનું કારણ બનતી નથી.' આ કથન જેઓને મુક્તિ પ્રત્યે દ્વેષ નથી તેવા પૂર્વસેવા સેવનારા પ્રકૃતિભદ્રક જીવોને આશ્રયીને છે; કેમ કે તેઓનો મુક્તિઅદ્વેષ રત્નત્રયીથી વિમુખ થવાનું કારણ નથી.
વળી જેઓને ભવતા ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, તેઓ અતત્ત્વમાં અનિવર્તનીય રાગવાળા છે, અને તેવા જીવો વ્રતો ગ્રહણ કરે તોપણ તેઓનું વ્રતોનું ગ્રહણ દુરંત સંસારનું કારણ છે; અને આવા જીવોને પણ વ્રતના પાલનથી ત્રૈવેયકની પ્રાપ્તિ થાય છે, તેમાં મુખ્ય કારણ મુક્તિઅદ્વેષ છે, તે વાત પૂર્વમાં બતાવીને મુક્તિઅદ્વેષનું માહાત્મ્ય બતાવ્યું. હવે જે જીવોને મુક્તિઅદ્વેષ નથી, તેવા જીવો પૂર્વસેવાના અન્ય ત્રણ ઉપાયોનું સેવન કરતા હોય તે પણ હિતકારી નથી, તે બતાવીને પણ મુક્તિઅદ્વેષનું માહાત્મ્ય બતાવે છે
-
શ્લોક ઃ
मुक्तौ च मुक्त्युपाये च मुक्त्यर्थं प्रस्थिते पुनः । यस्य द्वेषो न तस्यैव न्याय्यं गुर्वादिपूजनम् ।।५।। અન્વયાર્થ :
પુનઃ=વળી, મુત્ત=મુક્તિમાં મુત્યુપાયે ==અને મુક્તિના ઉપાયમાં મુખ્યર્થ ધ પ્રસ્થિતે અને મુક્તિ માટે પ્રસ્થિત એવા યોગીઓમાં વસ્ય=જેને દ્વેષો: ન= દ્વેષ નથી તત્ત્વવ=તેમનું જ પુર્વાતિપૂનન=ગુરુ આદિનું પૂજન ચાવ્યું=ઉચિત
8. 11411
શ્લોકાર્થ :
વળી, મુક્તિમાં અને મુક્તિના ઉચિત ઉપાયમાં અને મુક્તિ માટે પ્રસ્થિત એવા યોગીઓમાં જેને દ્વેષ નથી, તેનું જ ગુરુ આદિનું પૂજન ઉચિત છે. પા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org