________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૫-૬
૧૫
+ ‘નુર્વાધૂિનનમ્’ અહીં ‘વિ’ થી દેવનું અને અતિથિનું પૂજન ગ્રહણ કરવું અને ભેદરૂપ સદાચાર અને તપનું ગ્રહણ કરવું.
ઉપલક્ષણથી પૂર્વસેવાના અન્ય
ટીકા ઃ
મુòì ચેતિ-સ્પષ્ટઃ ।।
શ્લોકનો અર્થ સ્પષ્ટ હોવાથી ગ્રંથકારશ્રીએ ટીકા લખેલ નથી. પા
ભાવાર્થ:
મોક્ષ, મોક્ષનો ઉપાય અને મોક્ષમાર્ગમાં પ્રસ્થિત યોગીઓ પ્રત્યે દ્વેષવાળાઓનું ધર્માનુષ્ઠાન પણ અનર્થકારી :
પૂર્ણ સુખમય મુક્તિ છે. મુક્તિનો ઉપાય યોગમાર્ગ છે, જે યોગમાર્ગ જીવની અંતરંગ પરિણતિ અને પરિણતિની નિષ્પત્તિને અનુકૂળ બાહ્ય ઉચિત આચરણા સ્વરૂપ છે; અને મુક્તિની પ્રાપ્તિના અર્થી એવા યોગીઓ મુક્તિના ઉપાયમાં પ્રવૃત્તિ કરતા હોય છે. આ ત્રણે પ્રત્યે જેઓને દ્વેષ છે અર્થાત્ (૧) મુક્તિ પ્રત્યે, (૨) મુક્તિના ઉપાય પ્રત્યે અને (૩) મુક્તિ અર્થે પ્રસ્થિત એવા યોગીઓ પ્રત્યે જેઓને દ્વેષ છે, તેઓને મુક્તિઅદ્વેષ નથી. તેથી તેવા જીવો ગુરુ આદિ પૂજનરૂપ અને ઉપલક્ષણથી તપ અને સદાચારરૂપ પૂર્વસેવાના ત્રણ ભેદને સેવતા હોય તોપણ તે ન્યાય નથી=ઉચિત નથી. પા
અવતરણિકા :
પૂર્વ શ્લોક-૫માં કહ્યું કે જેને મુક્તિ આદિમાં દ્વેષ નથી, તેનું ગુરુ આદિ પૂજન વ્યાપ્ય છે. ત્યાં પ્રશ્ન થાય કે મુક્તિદ્વેષ હોવા છતાં પણ ગુરુ આદિનું પૂજન કરે છે, તપનું સેવન કરે છે, સદાચાર પાળે છે, તે તો ઉચિત પ્રવૃત્તિ છે. તેથી તે અનુચિત કેમ છે ? તેના સમાધાન માટે કહે છે
શ્લોક ઃ
गुरुदोषवतः स्वल्पा सत्क्रियापि गुणाय न । भौतहन्तुर्यथा तस्य पदस्पर्शनिषेधनम् ।।६।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org