SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા/શ્લોક-૧૦-૧૧ નિષ્ફળ છે. તેથી પ્રથમ બે અનુષ્ઠાનમાં વર્તતા ભવાભિષ્યંગનું સ્વરૂપ અને ત્રીજા અનુષ્ઠાનમાં વર્તતા અનાભોગનું સ્વરૂપ પ્રસ્તુત શ્લોકમાં બતાવે છે. ભવાભિવંગ : આલોકના ફળની અપેક્ષા કે પરલોકના ફળની અપેક્ષા એ ભવાભિષ્યંગ કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે આલોકના ફળની અપેક્ષાએ કરાતું પ્રથમ અનુષ્ઠાન નિષ્ફળ છે અને પરલોકના ફળની અપેક્ષાએ કરાતું બીજું અનુષ્ઠાન નિષ્ફળ છે. અનાભોગ : ક્રિયાના ઉચિત ભાવનું ઉલ્લંઘન એ અનાભોગ છે. આનાથી એ પ્રાપ્ત થાય કે શાસ્ત્રકારોએ સન્ક્રિયાના જે ઉચિત ભાવો કરવાના કહ્યા છે, તે સર્વ ઉચિત ભાવોમાંથી લેશથી પણ કોઈ ઉચિત ભાવ જે ક્રિયામાં ન હોય તે અનાભોગવાળી ક્રિયા છે, અને તે ક્રિયા ઉચિત ભાવવાળી નહીં હોવાથી નિષ્ફળ છે. સારાંશ : સંક્ષેપથી એ પ્રાપ્ત થાય કે પ્રથમ અનુષ્ઠાનમાં, સદનુષ્ઠાનમાં અપેક્ષિત એવા પ્રણિધાનથી વિપરીત આલોકનું પ્રણિધાન છે; અને બીજા અનુષ્ઠાનમાં, સદનુષ્ઠાનમાં અપેક્ષિત એવા પ્રણિધાનથી વિપરીત પરલોકનું પ્રણિધાન છે; અને ત્રીજા અનુષ્ઠાનમાં ક્રિયાને ઉચિત પ્રણિધાન પણ નથી અને વિપરીત પ્રણિધાન પણ નથી, તેથી પ્રણિધાનરહિત છે. માટે આ ત્રણે અનુષ્ઠાનો નિષ્ફળ છે. II૧૦ll અવતરણિકા : શ્લોક-૯માં કહ્યું કે વિષાદિ પાંચ અનુષ્ઠાનમાં પ્રથમતાં ત્રણ અનુષ્ઠાન મિથ્યા છે અને ઉત્તરનાં બે અનુષ્ઠાન સત્ય છે. તેથી જિજ્ઞાસા થાય કે વિષાદિ પાંચ અનુષ્ઠાનો કયાં છે ? તેથી હવે પાંચ અનુષ્ઠાનનાં નામ બતાવે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004673
Book TitleMuktiadweshapradhanya Dvantrinshika
Original Sutra AuthorYashovijay Upadhyay
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2006
Total Pages104
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy