________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૨
૫
योगस्वरूपनिरूपकग्रन्थेषु शस्त्राग्निव्यालानां यो दुर्ग्रहो दुर्गृहीतत्वं तेन सन्निभः
सदृशोऽसुन्दरपरिणामत्वात् ।।२।।
ટીકાર્ય ઃ
ત=મુવત્યુપાયમનનં, ..... પરમત્ચાત્ ।। તે=મુક્તિના ઉપાયનું મલન= મુક્તિના ઉપાયના મલનમાં કારણીભૂત એવી બાહ્ય ધર્મની ચેષ્ટા, વિશ્વાન્નતૃપ્તિસદેશ છે; કેમ કે આપાતથી સુખાભાસનો હેતુ હોવા છતાં પણ બહુતર દુ:ખાનુબંધીપણું છે=મુક્તિના ઉપાયના મલનના કારણીભૂત એવી ક્રિયાઓમાં તાત્કાલિક દેવાદિગતિની પ્રાપ્તિનું કારણપણું હોવાથી સ્થૂલથી સુખાભાસનું હેતુપણું હોવા છતાં પણ, વિપર્યાસ ઉત્પન્ન કરાવીને દુરંત સંસારના પરિભ્રમણનું કારણપણું હોવાથી, બહુતર દુઃખાનુબંધીપણું છે; યર્ (યતઃ)=યસ્મા=જે કારણથી વ્રતોનો દુર્રાહ=વ્રતોનો અસમ્યગ્ અંગીકાર, શાસ્ત્રોમાં=યોગના સ્વરૂપનું નિરૂપણ કરનારા ગ્રંથોમાં, શસ્ત્ર, અગ્નિ અને સાપના દુગ્રહ જેવો કહેવાયો છે; કેમ કે અસુંદર પરિણામપણું છે. ૨
નોંધ :- ટીકામાં ‘યદ્યસ્માર્' છે, તે સ્થાને શ્લોક અનુસાર ‘વતઃ=યસ્માર્', પાઠ જોઈએ તેમ લાગે છે. તેથી તે પ્રમાણે અર્થ કરેલ છે.
ભાવાર્થ :
ભવના ઉત્કટ રાગવાળા જીવોનું સંયમનું પાલન પણ અહિતનું કારણ :
જે જીવોને ભવના ઉપાયભૂત એવા ભોગાદિ પ્રત્યે ઉત્કટ ઇચ્છા છે, તેઓની મન-વચન-કાયાની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયના મલનનું કારણ છે, અને તે ક્રિયાઓથી જે સુખ થાય છે તે વિષવાળા અન્નથી થતી તૃપ્તિ જેવું છે. જેમ, વિષથી યુક્ત અન્ન ખાવાથી ક્ષુધાની તૃપ્તિ થાય છે, પરંતુ તે તૃપ્તિ વિનાશનું કારણ છે, તેમ ભવના ઉપાયની ઉત્કટ ઇચ્છાવાળા જીવોની ધર્મની પ્રવૃત્તિ મુક્તિના ઉપાયના મલનનું કારણ હોવાને કારણે, તાત્કાલિક તે પ્રવૃત્તિથી દેવાદિગતિ પ્રાપ્ત થાય તોપણ ઘણા ભવો સુધી દુઃખોની પરંપરાનું કારણ બને છે. તેમાં યુક્તિ બતાવે છે કે જે જીવો વ્રતોને અસમ્યગ્ અંગીકાર કરે છે, તે જીવોના વ્રતોના અંગીકારને, યોગને કહેનારા ગ્રંથોમાં શસ્ત્ર, અગ્નિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org