________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨-૩ સાપને ખરાબ રીતે ગ્રહણ કરવા જેવો કહેલ છે. જેમ શસ્ત્ર શત્રુથી રક્ષણનું કારણ છે, તેમ વ્રતો મોહરૂપી શત્રુથી રક્ષણનું કારણ છે; પરંતુ જેમ શસ્ત્ર ખરાબ રીતે ગ્રહણ કરવામાં આવે તો સ્વના રક્ષણને બદલે સ્વના વિનાશનું કારણ બને છે, તેમ અસમ્યગ રીતે ગ્રહણ કરાયેલાં વ્રતો મોહથી પોતાનું રક્ષણ કરવાને બદલે દુરંત સંસારમાં ઘણાં દુઃખોની પ્રાપ્તિનું કારણ બને છે. તેથી તે વ્રતગ્રહણ મુક્તિના ઉપાયનો વિનાશ કરીને દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે જે જીવો ભગવાનના વચનથી વિપરીત રુચિવાળા છે અને તેઓની તે વિપરીત રુચિ અનિવર્તિનીય હોય તો તેઓનું વ્રતોનું ગ્રહણ દુરંત સંસારનું કારણ છે; કેમ કે ભગવાનના વચનથી વિપરીત રૂચિ એ અતત્ત્વની રુચિ છે અને તે અતત્ત્વની રુચિ ભવના ઉપાયની રુચિ છે, અને ભવના ઉપાયની તે રુચિ અનિવર્તનીય હોય તો ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા છે, અને ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છાવાળા જીવો વ્રતોમાં મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરે તો પણ તેઓનાં વ્રતો પાપાનુબંધી પુણ્ય બંધાવીને દુરંત સંસારનું કારણ બને. જેમ જમાલિને અનિવર્તિનીય એવા અતત્ત્વની રુચિ દીર્ઘ સંસારના પરિભ્રમણનું કારણ બની.
આનાથી એ ફલિત થાય કે મુક્તિના અદ્રષવાળા જીવોને પ્રાયઃ ભવના ઉપાયમાં ઉત્કટ ઇચ્છા હોતી નથી, તેથી ભગવાનના વચનથી વિપરીત રુચિ હોવા છતાં ઉપદેશાદિથી નિવર્તન પામે તેવી હોય છે, જેથી તેઓની વ્રતની ક્રિયા દૂરદૂરવર્તી પણ અવશ્ય મોક્ષનું કારણ બને છે, પરંતુ મોક્ષના ઉપાયના વિનાશનું કારણ બનતી નથી; જ્યારે અનિવર્તિનીય અસગ્રહવાળા જીવોની વ્રતોની ક્રિયા મુક્તિના ઉપાયના વિનાશનું કારણ બને છે, તેથી દુરંત સંસારના પરિભ્રમણનું કારણ થાય છે. રા અવતારણિકા :
ननु दुर्गृहीतादपि श्रामण्यात्सुरलोकलाभ: केषांचिद् भवतीति कथमत्रासुन्दरતેત્રા –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org