________________
૭૨
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા/શ્લોક-૨૪-૨૫ હતો. તેથી તે ચોરના જીવને ગુણનો અદ્વેષ હતો, તોપણ સાધુના દર્શનને કારણે તેમના ગુણો પ્રત્યે રાગ થયો નહીં અર્થાતુ સંયમની ક્રિયા પ્રત્યે રાગ થયો નહીં. તેથી તે ગુણઅદ્વેષ પણ ક્રિયારાગનો જનક નહીં હોવાથી દીર્ઘ સંસારપરિભ્રમણમાં બાધક થયો નહિ.
તેથી એ ફલિત થાય કે જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક ન બને તે દીર્ઘ સંસારના પરિભ્રમણમાં બાધક બનતો નથી, પરંતુ જે મુક્તિઅદ્વેષ ક્રિયારાગનો જનક છે તે દીર્થસંસારના પરિભ્રમણમાં બાધક છે; અને જે મુક્તિઅદ્વેષ દીર્થસંસારના પરિભ્રમણનો બાધક હોય તેવો મુક્તિઅદ્વેષ તહેતુઅનુષ્ઠાનનું બીજ છે; કેમ કે જે જીવો તહેતુઅનુષ્ઠાન કરે છે, તે જીવોને દીર્થસંસારનો બાધ થાય છે, અને જે જીવો તહેતુઅનુષ્ઠાન કરતા નથી, તેઓને દીર્ધસંસારનો બાધ થતો નથી.
શ્લોકમાં બતાવેલ વસ્તુપાળનું દૃષ્ટાંત આ પ્રમાણે છે – વસ્તુપાળ પૂર્વભવમાં ચોર હતો. ચોરીનો માલ લઈને નાસતા એવા તેની પાછળ કોટવાળો તેને પકડવા માટે આવી રહ્યા હતા, તેવામાં રસ્તામાં તેને સાધુ મહાત્માનાં દર્શન થયાં, ત્યારે તેને સાધુને જોઈને તેમના સંયમ પ્રત્યેનો રાગ પણ થયો નહીં અને દ્વેષ પણ થયો નહીં, પરંતુ ઉપેક્ષા થઈ અર્થાત્ વસ્તુપાળને જે ગુણઅષ હતો, તે ગુણઅષ સાધુના સંયમ પ્રત્યેના રાગનું કારણ ન બનવાથી તેના ભવભ્રમણનો બાધક બન્યો નહીં. આથી વસ્તુપાળના ભવમાં વીર પરમાત્માને પામીને પણ તેને ધર્મની પ્રાપ્તિ થઈ નહીં. ૨૪ અવતરણિકા :
શ્લોક-૧ થી ૨૪ સુધી મુક્તિઅષનું કથન કર્યું. તેનું નિગમત કરતાં અર્થાત્ ફલિતાર્થ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે – શ્લોક :
जीवातुः कर्मणां मुक्त्यद्वेषस्तदयमीदृशः । गुणरागस्य बीजत्वमस्यैवाव्यवधानतः ।।२५।।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org