________________
ઉપ
મુક્તિઅષપ્રાધાન્યદ્વાત્રિશિકા/શ્લોક-૨૨
અહીં ‘વ્યાપન્નદર્શનવાળા' શબ્દથી અતત્ત્વ પ્રત્યેના આગ્રહવાળા સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ થયેલા એવા નિહ્નવાદિનું ગ્રહણ છે.
પૂર્વમાં બતાવ્યું કે અબાધ્ય એવી ફળની અપેક્ષા મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણને ઘાત કરનારી છે. તેનાથી શું પ્રાપ્ત થાય છે ? તે બતાવે છે –
મુક્તિઅદ્વેષ હોતે છતે જે જીવોને બાધ્યફળની અપેક્ષા છે તેવા જીવોમાં સમુચિતયોગ્યતાના વશથી મોક્ષાર્થ શાસ્ત્રના શ્રવણનું સ્વરસપણું ઉત્પન્ન થાય છે ત્યારે બુદ્ધિ માર્ગાનુસારી બને છે.
આશય એ છે કે ચરમાવર્તવાળા જીવો સમુચિતયોગ્યતાવાળા હોય છે અને તેવા સમુચિતયોગ્યતાવાળા જીવોમાં, મુક્તિઅદ્વેષ પ્રગટેલો હોય અને તેવા જીવો સંસારના આશયથી અનુષ્ઠાન કરતા હોય, છતાં તેમનો સંસારનો આશય ઉપદેશાદિ સામગ્રીને પામીને નિવર્તન પામે એવો હોય, તો તેવા જીવો, મોક્ષને કહેનારાં શાસ્ત્રોને સાંભળવા પ્રત્યે સ્વાભાવિક વલણવાળા હોય છે; કેમ કે તેઓને સંસારનો ગાઢ રાગ નહીં હોવાના કારણે તત્ત્વને બતાવનારાં શાસ્ત્રોને સાંભળવા પ્રત્યેનો આવા જીવોને અભિમુખભાવ સ્વાભાવિક વર્તતો હોય છે. તેથી નિમિત્તને પામીને મોક્ષનો ઉપદેશ આપનારાં શાસ્ત્રો સાંભળવાની ઇચ્છા થાય છે, અને આવા જીવો મોક્ષાર્થ શાસ્ત્ર સાંભળવાને અભિમુખ થયા હોય ત્યારે તેઓની બુદ્ધિ મોક્ષમાર્ગરૂપ રત્નત્રયીને અભિમુખ પરિણામવાળી થાય છે.
આનાથી એ ફલિત થયું કે જે જીવોને બાધ્યફળઅપેક્ષા સહકૃત એવો મુક્તિઅદ્વેષ છે, તેઓને અતત્ત્વ પ્રત્યે અનિવર્તિનીય રાગ કરાવે એવા તીવ્ર પાપનો ક્ષય હોવાથી સદનુષ્ઠાનનો રાગ થાય છે, અને તે સદનુષ્ઠાનનો રાગ તતુઅનુષ્ઠાનનું બીજ છે. માટે અભવ્યાદિના અનુષ્ઠાનવિશેષમાં તહેતુઅનુષ્ઠાનના લક્ષણના અતિપ્રસંગની પ્રાપ્તિ નથી, એમ શ્લોક-૨૦ સાથે સંબંધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org