________________
મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાત્રિંશિકા|શ્લોક-૯
અચરમાવર્તગત જીવો પ્રાયઃ મુક્તિઅદ્વેષવાળા નથી, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે; અને ચરમાવર્તવાળા જીવો પ્રાયઃ મુક્તિઅદ્વેષવાળા છે, તેથી તેઓનું દેવતાપૂજનાદિ અનુષ્ઠાન જુદા પ્રકારનું છે, અને તેના કારણે શાસ્ત્રમાં વિષાદિ પાંચ પ્રકારનાં અનુષ્ઠાન બતાવ્યાં છે. તેમાં પ્રથમનાં ત્રણ અનુષ્ઠાન મિથ્યા બને છે=નિષ્ફળ બને છે; કેમ કે ચ૨માવર્તની બહારના જીવોમાં પ્રાયઃ સંસારના સુખનો અભિલાષ ઘણો હોય છે, તેથી ધર્માનુષ્ઠાન પણ સંસારના સુખના અભિલાષથી કરે છે અથવા તો અનાભોગથી કરે છે; પરંતુ ચરમાવર્તવાળા જીવોની જેમ ભવના અભિષ્યંગ વગર કે અનાભોગના અભાવથી કરતા નથી.
૨૬
ચરમાવર્તવાળા જીવોને અચરમાવર્તવાળા જીવો જેવો ભવનો અભિષ્યંગ નહીં હોવાને કા૨ણે પ્રાયઃ કંઈક તત્ત્વને અભિમુખ માનસ થયેલું હોય છે, તેથી ધર્મઅનુષ્ઠાન ભવાભિષ્યંગથી અથવા અનાભોગથી પ્રાયઃ કરતા નથી; પરંતુ મુક્તિદ્વેષને કારણે કંઈક સઅનુષ્ઠાનના રાગથી ધર્માનુષ્ઠાન કરે છે, અને વિવેકદશામાં શાસ્ત્રાનુસારી મતિથી ધર્માનુષ્ઠાન કરે છે, તેથી ચ૨માવર્તવાળા જીવોને આશ્રયીને ઉત્તરનાં બે અનુષ્ઠાન સફળ છે.
અહીં વિશેષ એ છે કે ચરમાવર્તની બહારના જીવોને ભવનો ઉત્કટ રાગ હોવાને કારણે પ્રાયઃ મુક્તિનો અદ્વેષ હોતો નથી; આમ છતાં, ચરમાવર્તની બહારના જીવો પણ આલોકાદિની આશંસાથી સંયમ ગ્રહણ કરે છે ત્યારે, સ્વઇષ્ટ એવા ફળના વિદ્યાતની શંકાથી મુક્તિનો દ્વેષ કરતા નથી, તે વખતે તેમને પણ મુક્તિનો અદ્વેષ પ્રાપ્ત થાય છે, તોપણ તેઓનો મુક્તિનો અદ્વેષ ધર્માનુષ્ઠાનને સફળ બનાવવાનું કારણ બનતો નથી; જ્યારે ચ૨માવર્તવાળા જીવોને કર્મમળની અલ્પતા થયેલી હોવાને કારણે મુક્તિઅદ્વેષ પ્રગટે છે, તેથી તે મુક્તિઅદ્વેષ સદનુષ્ઠાનમાં રાગની પ્રાપ્તિ દ્વારા અનુષ્ઠાનને સફળ કરે છે. વળી, ચરમાવર્તવાળા જીવો પણ ક્યારેક કર્મના પ્રાસૂર્યને કારણે કે તેવા નિમિત્તને પામીને મુક્તિદ્વેષવાળા પણ થાય છે, ત્યારે તેઓનું ધર્માનુષ્ઠાન પણ સફળ બનતું નથી. આથી ચ૨માવર્તવાળા જીવો પણ આલોક-પરલોકની આશંસાથી કે અનાભોગથી ધર્માનુષ્ઠાન કરે ત્યારે તેઓનું પણ ધર્માનુષ્ઠાન નિષ્ફળ છે. III
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org