Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
રાગ-દ્વેષ પ્રશસ્તતા વિચાર
तादृशापवादे प्रमादयोगेन प्राणव्यपरोपणरूपा हिंसा कथ न श्रामण्यविरोधिनी'ति चेत ? न, वर्जनपरिणत्योपायान्तर चिन्तयतोऽपि तदभाव एवानुजिघृक्षया सङ्घोपकारपरायणस्योपयोगशुद्ध या वस्तुतो योगदुष्प्रणिधानाभावादित्यन्यत्र विस्तरः । यदि तु स्वरूपतः प्रशस्तविषयालम्बनतयैव रागस्य प्राशस्त्य द्वेषस्तु नैवमसंभवादित्युद्भाव्यते तर्हि प्राशस्त्याऽप्राशस्त्यरूपविषयांवभाग एव विप्लवेत, उपेयेच्छाया वस्तुतो मोक्षालम्बनत्वेऽपि विहारादीनां तदुपायेच्छालम्बनानां स्वरूपतोऽशुद्धत्वाद् । 'विहितकर्मत्वेन प्राशस्त्यमिति चेत् ? न, साधारण्येन पक्षपातानवकाशादस्माकमप्यत्रैव निर्भरात्, भोगनिमित्ततया चारित्रानुरागस्याऽभव्यानामपि संभवात्तद्व यावृत्तप्राशस्त्याभिधानाय प्रशस्तोदेशेनेत्यभिधानात् । तस्माद्विहारादाविव धर्मोपकरणेऽनुरागस्य मोक्षानुरागप्रवृत्ततया नाऽप्रशस्तत्वमिति ॥१६॥
[અપવાદથી હિંસા સાધુતાવિરોધી કેમ નહીં? પ્રશ્નોત્તર] પૂર્વપક્ષ ? તેવા અપવાદ સેવનના અવસરે પણ યોગદુપ્રણિધાનાત્મક પ્રમાદથી જ પરપ્રાણવ્યપરોપણ થતું હોવાથી એ હિંસા ચારિત્રવિરોધીની કેમ ન બને ?
ઉત્તરપક્ષ જ્યારે અપવાદ સેવન કરે છે ત્યારે પણ “આ અપવાદ સેવન કઈ રીતે ટળે?—મારે ન સેવવો પડે તે સારું” ઈત્યાદિ પરિણતિથી ઉપસ્થિતકાર્યના બીજા ઉપાયને ચિંતવતે જ હોય છે. પણ તે ઉપાયાન્તર ન હોવાથી અને બીજી બાજુ સંઘાદિ પર અનુગ્રહ અત્યંત જરૂરી હોવાથી તે કરવાની ઈચ્છાથી જ અપવાદને સેવે છે. તેથી સંઘ પર ઉપકાર કરવામાં તત્પર તે મહાત્માને ઉપયોગ અધ્યવસાય શુદ્ધ જ હોવાથી વસ્તુતઃ યોગદુપ્રણિધાનરૂપ પ્રમાદને અવકાશ નથી તેથી એ પ્રાણવ્યાપર પણ હિંસારૂપ ન થવાથી ચારિત્રવિરોધી નથી.
પૂર્વપક્ષ : જે વિષય સ્વરૂપથી પ્રશસ્ત હોય (જેમ કે મોક્ષ) તેના આલંબને થત રાગ પ્રશસ્ત હોય છે અને જે સ્વરૂપથી જ અપ્રશસ્ત હોય (જેમકે મૈથુન) તેને રાગ અપ્રશસ્ત હોય છે. રાગની બાબતમાં આવું સંભવે છે પણ ઠેષ વિશે તે આવું સંભવતું નથી કારણ કે સ્વરૂપતઃ અપ્રશસ્ત વસ્તુના દ્વેષને પ્રશસ્ત માનવો યુક્ત નથી. તેથી બ્રેષના પ્રશસ્ત-અપ્રશસ્ત એવા બે ભેદ પડી શકતા નથી. ષ તો બધે જ અપ્રશસ્ત હોય છે.
ઉત્તરપક્ષ ઃ એવું માનવામાં–અમુક રાગ પ્રશસ્ત છે અને અમુક અપ્રશસ્ત-એવો વિભાગ જ રહેશે નહિ કારણ કે વસ્તુતઃ તે મેક્ષ જ સંપૂર્ણતઃ શુદ્ધ છે. તેના ઉપાયભૂત સંયમચર્યા વગેરે પણ અમુક અંશે અશુદ્ધ હોવાથી અપ્રશસ્ત છે. તેથી મેક્ષ વિષયક ઇચ્છા પ્રશસ્તાલંબનવાળી હોવાના કારણે પ્રશસ્ત હોવા છતાં તેના ઉપાયભૂત વિહારાદિની ઈચ્છારૂપ રાગ અપ્રશસ્ત જ કરે છે. તેથી કોઈ પણ જાતનો રાગ પ્રશસ્ત ન રહેવાના કારણે રાગને ઉક્ત વિભાગ થઈ શકશે નહિ.