Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
રાગ-દ્વેષનિક્ષેપનય વિચાર
ऋजुसूत्रस्तु सूत्रयति क्रोधस्तावदप्रीत्यात्मकत्वाद् द्वषः, शेषाणां तु नैकान्ततो रागत्व द्वेषत्व वा, यतः सांप्रतग्राही स न क्रमिकमुपयोगद्वय तुल्यवत्स्वीकुरूते, तथा च तस्य न समुच्चयवादः, किंतु स्वगुणाभिष्वङ्गपरिणतिसमये मानो रागः परगुणद्वेषोपयोगकाले च स द्वेषः, मायालोभावपि परोपघातोपयोगसमये द्वेषरूपौ, मूर्योपयोगसमये तु रागरूपाविति ।
शब्दनयास्तु सङ्गिरन्ते-मानमाययोः स्वगुणोपकारव्यापारपरिणामा लोभांशा एव, परोपघातपरिणामाश्च क्रोधांशा एवेति क्रोधलोभावेव रागद्वेषौ पर्यवस्यत इति । इदं च कषायमाश्रित्योक्तम् । नोकषाये तु वेदत्रय हास्यरती च रागोऽरतिशोकभयजुगुप्साश्च द्वेष इति
વ્યવહારનય : માયા પણ બીજાના ઉપઘાત માટે-ઠગવા માટે થતી હોવાથી પરપ્રત્યેની અપ્રીતિરૂપ હોવાના કારણે ઠેષાત્મક જ છે. અર્થાત્ એકલો લોભ જ રાગાત્મક છે. ન્યાયપાર્જિત ધન વગેરે વિશે મૂર્છાને પરિણામ જ રાગ છે. અન્યાયથી મેળવેલ ધન વગેરેમાં મૂરછ પરિણામ હોવા છતાં એ પ્રાયઃ સંભવિત માયાદિ કષાયથી દબાયેલો હોવાથી અને માયાદિ પરોપઘાતક હોવાથી એ મૂરછ પરિણામ શ્રેષરૂપ છે. તેથી - વ્યવહારમતે પર ઉપઘાત કરવાની ઈચ્છામાં જે હેતુભૂત બને તે દ્વેષ છે અને મૂચ્છ થવામાં જે હેતુભૂત બને તે રાગ છે એવું ફલિત થાય છે.
ઋજુસૂત્રનયમતેઃ ક્રોધ અપ્રીતિઆત્મક જ હોવાથી ઠેષરૂપ જ હોય છે જ્યારે શેષ માનાદિ ત્રણમાં એકાન્ત રાગરૂપતા કે દ્વેષરૂપતાને સમુચ્ચય નથી. કારણ કે આ નય માત્ર વર્તમાનગ્રાહી હોવાથી ક્રમશ: ઉત્પન્ન થનાર બે ઉપગનો તુલ્યવત્ સ્વીકાર કરતે નથી. અર્થાત્ કઈ એક માને પગમાં મુખ્યપણે રાગ અને દ્વેષ ઉભયનો અન્વય માન્ય કરતાં નથી. એટલે માનાદિને રાગ કે દ્વેષ રૂપે સમુચ્ચય કરતો નથી. તેથી તે તે વખતે માનાદિ જેવા જેવા પરિણામમક હોય તે તે મુજબ રાગ કે દ્વેષ રૂપ માને છે. જેમકે પોતાના ગુણેના અભિવંગરૂપ હોય ત્યારે રાગ છે અને પરગુણે પરની ઈર્ષ્યા વગેરે રૂપ હોય ત્યારે દ્વેષ છે. એમ માયા અને લોભ પણ પરોપઘાતની બુદ્ધિથી કરાતા હોય ત્યારે શ્રેષાત્મક છે અને જાતની મૂર્છાથી થતા હોય ત્યારે રાગાત્મક છે.
શબ્દનયમતે સ્વગુણોપકાર માટેના વ્યાપાર રૂપ હોય તેવા માન અને માયા લોભના જ અંશભૂત હોવાથી લોભ જ છે તેમ જ પરોપઘાત પરિણામ રૂપ હોય તેવા માન-માયા તે ક્રોધના જ અંશભૂત હોવાથી ક્રોધાત્મક જ છે. તેથી પરમાર્થથી ક્રોધ અને લ મ એ બે જ કષાયો છે. તેઓ જ રાગદ્વેષમાં પર્યાવસિત થાય છે, આ વિચારણા