Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
-
ધર્મોપકરણની અબાધકતા વિચાર
भोगान्तरायकर्मक्षयोपशमसध्रीचीनसातवेदनीयादि पुण्यप्रकृतिविपाकोदयादेव हि जन्तूनां भोग उपजायते, न तु स्ववित्तमात्रादेव, अन्यथा कृपणानामपि स्ववित्ते उपभोगप्रसङ्गात, न चैवमस्ति, तथा च श्रूयते- 'न दातुं नोपभोक्तुं च शक्नोति कृपणः श्रियम् ।
વિં તુ સ્થાતિ દૃર્તન નપુંસવા રૂવ ત્રિયમ્ ” [ ]. इति । तस्मात् स्वभोगसाधनत्वरूप स्वत्वं वित्तादौ संभवत्येव न, तत्सत्त्वेऽपि भोगाभावेन व्यभिचारात् । अथ प्रत्येकमीडशो व्यभिचारो न दोषाय, सामग्र्या एव कार्याsव्यभिचारनियमादिति चेत् ? न, यस्य कार्यजनने न विलंबस्तस्यैव परमार्थतो हेतुतया तदानीमवर्जनीयसंनिधितयोपसेदुषां परेषामुपचारमात्रेणैव हेतुत्वात् ॥ ५४॥ પિતાનું ધન જ ભેગસાધન હોય તે તે લાભાંતરાયના ક્ષયોપશમ વાળા અને ભોગાંતરાયના ઉદયવાળા એવા કૃપણેને પણ ઉપગ હવે જોઈએ, પણ તે નથી. કહ્યું પણ છે કે- “જેમ નપુંસક વધુમાં વધુ તો સ્ત્રીને સ્પશી શકે છે પણ ભોગવી શકતો નથી તેમ કૃપણ પણ પોતાના ધનને સ્પર્શ કરવા માત્ર રૂપ આનંદ મેળવી શકે છે, પણ ઉપભોગ કરી શકતો નથી. આમ લાભાંતરાયના ક્ષપશમથી ધન હોવા છતાં ભેગાંતરાયને ઉદયના કારણે ભેગ ન હોવા રૂપ અન્વયે વ્યભિચાર આવતો હોવાથી જણાય છે કે ધન વગેરે સ્વભેગ સાધન નથી અને તેથી ધનાદિમાં સ્વભેગસાઘનતારૂપ સ્વત્વ પણ સંભવતુ નથી.
શંકા - એકલા દંડની હાજરીમાં કંઈ અવ્યવહિતેત્તરક્ષણમાં ઘટાત્મકકાર્યોત્પાઇ થતું નથી. છતાં દંડને કંઈ ઘટવ્યભિચારી મનાતું નથી, કે તેને કારણે અકારણ મનાતું નથી. આનાથી જણાય છે કે “પ્રત્યેકકારણેને અવ્યવહિતત્તરમાં કાર્ય હોવું જ જોઈએ” એ નિયમ નથી પણ “સંપૂર્ણ કાર્ય સામગ્રીને અવ્યવહિતત્તરકાર્યોત્પાદ અવશ્ય હવે જોઈએ.” એટલો જ નિયમ છે. તેથી એક એક કારણની હાજરી હોવા છતાં કાર્ય ન થવાં રૂપ આવતે અન્વયે વ્યભિચાર દેષ રૂપ નથી. પ્રસ્તુતમાં પણ સ્વધન હેવા છતાં અન્ય સામગ્રી ન હોવાથી ઉપભેગરૂપ કાર્ય થતું નથી, એટલા માત્રથી જ કંઈ ધન, વ્યભિચારી હેવાથી ભેગસાધન નથી એવું કહેવાય નહિ.
સમાધાન :- તમારી વાત અયુક્ત છે, કારણ કે તાદશપુણ્યપ્રકૃતિ વિપાકેદયાદિ રૂ૫ જે, કઈ પણ જાતના વિલંબ વગર કાર્યોત્પાદ કરે તે જ પરમાર્થથી હેતુ કહેવાય છે. તે સિવાયના ધન વગેરે તે અવર્જનીય સંનિધિરૂપ હોવાથી એ વખતે હાજર માત્ર રહેતા હોય છે અને તેથી ઉપચારથી જ હેતુ કહેવાય છે. હકીકતમાં તે હેતુભૂત હેતા નથી. પ૪
પરદ્રવ્યમાં પણ જેઓ સ્વત્વની બુદ્ધિ રાખે છે તેઓને થતું નુકશાન જણાવતાં | ગ્રન્થકાર શ્રી કહે છે