Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કેવલિભુકિતવિચાર
अतएव च-'अध्रुवसुखदुःखयोर्भोग आवश्यकः, स च कर्मबन्धहेतुरिति न केवलिनां तत्संभव' इत्यपि परास्तमित्याहરૂપે વેરાવાની યોગ્યતા તે છે જ તેથી અમારું લક્ષણ અપ્રમત્તયતિના સુખદુઃખમાં કંઈ અવ્યાપ્ત થતું નથી કે જેથી એને “ઉપલક્ષણે માનવું પડે.
ઉત્તરપક્ષ આવી ગ્યતા તો કેવળીના સુખદુ:ખમાં પણ રહેલી જ છે તેથી પ્રતિકૂળ હવા રૂપે ન અનુભવાતી હોવા છતાં તેની યોગ્યતાવાળી પણ જે ભૂખ વગેરે, એનું દુઃખ તેઓને સંભવિત જ છે. બીજા કેટલાકે “આ મારે અનુકૂળ છે કે “આ મારે પ્રતિકૂળ છે એવું પ્રતિસંધાન ન હોવા છતાં જેનો સુખરૂપે સાક્ષાત્કાર થાય તે દુઃખ” એવું તે સાક્ષાત્કારથી જણાતી જાતિથી ગર્ભિત લક્ષણ કરે છે.
[ સુખનું રોગવિષયત્વઘટિત લક્ષણ પણ અયુક્ત ] અહીં અપ્રમત્તયતિ આદિને સુખાદિ, રાગાદિના વિષયભૂત હોતા નથી એવી જે વાત જણાવી એનાથી જ, નિરુપાધિક ઇરછાને વિષય હોય તે સુખ અને નિરુપાધિક દ્વેષનો વિષય હોય તે દુ:ખ એવા લક્ષણવાળા સુખદુઃખને પણ કેવળીઓને અસંભવ છે એવું જે દૂષણ કેટલાક આપે છે તે પરાસ્ત જાણવું. કેવળીઓને વેદની દયજન્ય સુખદુઃખનો અસંભવ છે એવું દૂષણ આપનારાઓને અભિપ્રાય એ છે કે
સામાન્યથી જીવને દુઃખ પર અને દુઃખકારણભૂત વિષકંટકાદિ પર દ્વેષ હોય છે. એમાંથી વિષકંટકાદિ પરનો ષ સાક્ષાત્ તેના પર હોતો નથી કિન્તુ તેનાથી થતાં દુઃખ પર હોવાના કારણે તેના પર હોય છે. જ્યારે તજજન્ય દુઃખ પર દ્વેષ તો સાક્ષાત્ તે દુઃખ પર જ હોય છે અર્થાત્ બીજા કોઈ પર દ્વેષ હોવાના કારણે દુઃખ પર દ્વેષ હોય છે એવું નથી. તેથી દુઃખ પરનો ઠેષ કઈ ઉપાધિના કારણે ન હોવાથી નિરુપાધિક હોય છે. એમ સફચંદનાદિ પરને રાગ, સુખ પરના રાગના કારણે હોવાથી સો પાધિક હોય છે જ્યારે સુખ પરનો રાગ સાક્ષાત્ હોવાથી નિરુપાધિક હોય છે. તેથી સુખ દુઃખનું લક્ષણ આવું બનાવી શકાય કે, “નિરુપાધિક રાગને જે વિષય બને તે સુખ અને નિરુપાધિક દ્વેષનો જે વિષય બને તે દુઃખ..” પરંતુ આવું લક્ષણ કરીએ તો પણ કેવળીઓને સુખ દુઃખ સંભવી શકતાં નથી કારણ કે તેઓને રાગ-દ્વેષ જ ન હોવાથી તેના વિષય બનતા હોય તેવા કોઈ પણ સુખ દુખ તેમને કહી શકાતા નથી.
તેઓએ આ રીતે આપેલ દૂષણ પણ અયુક્ત છે કારણ કે અપ્રમત્ત યતિઓને પણ કોઈના પર રાગદ્વેષાદિ ન હોવા છતાં સુખ દુખ જેમ માનેલા છે તેમ કેવળીઓને હવામાં પણ કઈ વાંધો નથી. કેટલા
[કર્માદયજન્ય સુખાદિભેગમાં કર્મ બંધ એકાતે નથી “કર્મોદયજન્ય અવ=કદાચિક સુખ દુઃખને અવશ્ય ભોગ કરવો પડે છે (કારણ કે એ વિના ક ખપતું નથી, અને તે ભેગા કર્મબંધમાં હેતુભૂત હોવાથી કેવળીઓને
૩૧