Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કેવલિથુક્તિવિચાર
૩૩૫
आहारनीहारविधेरदृश्यत्वस्यैवातिशयस्योपदेशाद्, एनमुल्लङ्ध्य भुक्त्यभावातिशयोपदेशकशास्त्रप्रणयने महद्वैपरीत्यमिति । कियन्तो वा दधिमाषभोजने कृष्णा विवेचनीयाः १ किञ्चाय न तीर्थकृतामतिशयः, सामान्यकेवलिसाधारण्यात् , नापि केवलिनामेव, देवादिसाधारण्यात् , अत एव न घातिकर्मक्षयसमुत्थोऽयमतिशयः, घातिकर्मक्षय विनापि देवादीनां तत्श्रवणात् । अथ देवानां भुक्त्यभावो न मोहक्षयाधीनः, किन्तु कारणान्तरवैकल्यप्रयुक्तः, इति मोहक्षयजनितो भुक्त्यभावो भगवतामतिशय इति चेत् ? न, भुक्तेर्मोह जन्यत्वनिरासेन तदभावस्य तत्क्षयाsजन्यत्वात् । नापि देवकृतः, आत्मगतगुणोत्कर्ष रूपस्यातिशयस्य तैरकरणाद् । नापि साहजिकः, उभयवाद्यनभ्युपगमादिति न किंचिदेतत् ॥१२१।। अथैनमर्थमुपसंहरति
પૂર્વપક્ષ –ભોજનાભાવ અતિશયને જણાવનાર આગમ વચનથી અમે ભેજનાભાવ સિદ્ધ કરીએ છીએ, અમારા પોતાના વચનમાત્રથી નહિ.
[ આગમથી પણું ભેજનાભાવ સિદ્ધ નથી] ઉત્તરપક્ષ :–એ રીતે પણ ભેજનાભાવ સિદ્ધ થતું નથી કારણ કે “આહારનીહારવિધિ અદશ્ય હોય છે એવા ઉપદેશવચનથી આગમ તે ઉલટું ભુક્તિનું જ પ્રતિપાદન કરે છે. આવા આગમનું ઉલ્લંઘન કરીને ભેજનાભાવાતિશયનું પ્રતિપાદક આગમ બનાવવું એ ખરી તમારી વકતા ! અથવા તે અડદ-દહીંના ભેજનમાંથી કેટલા કાળા દાણા કાઢવા? અર્થાત્ એમાં ભારોભાર અડદ હોવાથી કાળા દાણા નીકળ્યા જ કરે એમ તમારી વિપરીત માન્યતાઓ દોથી ભરપૂર હોવાથી એમાંથી નીકળ્યા જ કરે છે. વળી ભેજનાભાવને શ્રી તીર્થકરોને અતિશય તમારાથી મનાય નહિ કારણ કે સામાન્ય કેવળીઓને પણ તમે એ હે માનો છે. એમ સામાન્ય કેવળીઓનો એ અતિશય છે? એવું પણ મનાય નહિ કારણ કે દેવાદિને પણ હોય છે. તેથી જ એ અતિશય ઘાતીકર્મના ક્ષયથી ઉત્પન્ન થએલું હોય છે એવું પણ માની શકાતું નથી કારણ કે કવલાહાર વિનાના એવા પણ દેને કંઈ ઘાતકર્મને ક્ષય થયો હેતું નથી.
પૂર્વપક્ષ –દેવને જે ભેજનાભાવ હોય છે એ મેહક્ષયના કારણે નહિ, પણ ભજન સામગ્રીમાં અંતર્ગત કારણોત્તરની વિકલતાના કારણે હોય છે જ્યારે કેવળીઓને તે મેહક્ષયના કારણે હોય છે. તેથી તેઓને જ એ અતિશયરૂપ છે.
ઉત્તરપક્ષ - ભેજન મેહજન્ય નથી એ અમે આગળ સિદ્ધ કરી ગયા છીએ. તેથી ભેજનાભાવને પણ મેહક્ષયજન્ય મનાય નહિ. વળી ભેજનાભાવ રૂપ અતિશયને દેવકૃત પણ મનાય નહિ, કારણ કે આત્મગત ગુણના ઉત્કર્ષરૂપ અતિશયને દેવે કરી શક્તા નથી, જેમ કે કેવલજ્ઞાનાદિરૂપ અતિશય, ભેજનાભાવ પણ અનાહારીપણુરૂપ આત્મગતગુણના ઉત્કર્ષરૂપ જ છે. વળી એ સાહજિક અતિશય છે એવું પણ મનાતું નથી કારણ કે વાદી અને પ્રતિવાદી ઉભયને તે માન્ય નથી. ૧૨૧ અ... આ વાતને ઉપસંહાર કરતાં ગ્રન્થકાર કહે છે