Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 500
________________ અધ્યાત્મઉપનિષદૂ ૪૭૧ ___न, एवं सत्युत्तेजकत्वाभिमतादृष्टक्षयस्यैव सामान्येच्छाविच्छेदकत्वौचित्यात् । वस्तुतस्तु विशेषदर्शिनः सिद्धत्वज्ञानकृतः सामान्येच्छाविच्छेदो नास्त्येव, किन्तु सुखे संसारदुःखानुबन्धित्वज्ञानाद्वेषकृत एव सः । अत एवोक्त-'न जातु कामः कामानामुपभोगेन शाम्यति । इति । अत एव संसारसुखमात्र एव द्वेषे विशेषेच्छापि विरक्तस्य विच्छिद्यते । यत्र तु बलवदुःखानुबन्धित्वं न ज्ञात प्रत्युत तदननुबन्धित्वमेव ज्ञातं तत्र मोक्षसुखे द्वेषाभावान्मुमुक्षोरिच्छा न विच्छिद्यते, प्रत्युत समेधते, सामग्रीसत्त्वादिति । સમાધાન- પ્રતિબંધક હાજર હોવા છતાં એવી ઈચ્છાઓ ઉત્પન્ન થતી અનુભવાતી હેવાથી બીજે કઈ ઉપાય ન રહેવાથી સુખજનક અદષ્ટ વિશેષ વગેરેને ઉત્તેજક માનીએ છીએ. પ્રોષિતને મૃતધનાવલેકનેચ્છાનું પ્રતિબંધકીભૂત જે તત્કાતાવલોકનન સિદ્ધવજ્ઞાન તે હોવા છતાં પણ જે તેની ઇચ્છા થાય છે તે કાન્તામરણજ્ઞાનાભાવરૂપ ઉત્તેજકની હાજરી માનવી જોઈએ. પણ આ રીતે ઉત્તેજક માનવાની પણ નવી કલ્પના કરવામાં તે ગૌરવ છે.” એવું ન કહેવું કેમકે પ્રતિબંધકમાં વ્યાપકતાને પ્રવેશ કરવા કરતાં ન ઉત્તેજક માનવામાં લાઘવ હોવાથી એ કલ્પનામાં ગૌરવ નથી. નહિતર તે પૂર્વમાં કહી ગયા તેવા વિશેષદશીને સુખસ્વાવકેન દરેક સુખ અંગેનું સિદ્ધત્વજ્ઞાન જ થતું ન હોવાથી સુખસામાન્ય અંગેની ઈચ્છા જ કયારેય વિચ્છિન્ન થશે નહિ. [ દુઃખાનુબંધિત્વ જ્ઞાનજન્ય દ્વેષ જ સામાન્યૂછાવિચ્છેદક] ઉત્તરપક્ષ:- આવું કથન બરાબર નથી કારણ કે એ રીતે તે ઉત્તેજક તરીકે જે અદષ્ટ અભિમત છે તેને ઉત્તેજક ન માનતાં તેના ક્ષયને જ સામાન્ચેચ્છાના વિચ્છેદક તરીકે માની અવચ્છેદકાવચ્છેદન સિદ્ધવજ્ઞાનને પ્રતિબંધક માનવામાં પણ કોઈ અનુપ પત્તિ રહેતી નથી. વિશેષદશીને તાદશસિદ્ધવજ્ઞાન અસંભવિત હોવા છતાં તાદશ અદષ્ટક્ષયરૂપ વિચ્છેદકથી ઈચ્છાવિરછેદ થઈ જવો તે સંભવિત જ છે. વસ્તુતઃ તે વિશેષદશી જીવને સિદ્ધત્વજ્ઞાનથી ક્યારેય સામાન્ચેચ્છાવિચ્છેદ થત જ નથી. કિન્તુ પૌગલિક સુખમાં સંસાર દુ:ખની પરંપરાને વર્ધકપણાના જ્ઞાનથી તે સુખે પ્રત્યેને જે શ્રેષ પ્રવર્તે છે એનાથીજ ઈચ્છાવિચ્છેદ થાય છે. તેથી જ કહ્યું છે કે “કામવાસના વિષયોના ઉપગથી શાન્ત થતી નથી કિન્તુ ઘી વગેરે બલિથી અગ્નિ જેમ વધે છે તેમ વધે જ છે” તેથી જ સંસારસંબંધી સુખમાત્રને દ્વેષ થએ છતે વિરક્ત જીવને વિશેષ ઈચ્છા પણ મટી જાય છે. તેમજ જેને વિશે “આ પરિણામે વધુ દુઃખ આપનાર છે” એવું તે જાણ્યું નથી ઉલટું પરિણામે પણ દુઃખ ન આપનાર તરીકે જ જ્ઞાન કર્યું છે તેવા મોક્ષસુખ અંગે દ્વેષ ન હોવાથી મુમુક્ષુને તેની ઈચ્છા મટતી તે નથી, ઉલટું વધવાની શાસ્ત્રશ્રવણદિરૂપ સામગ્રી હોવાથી વધે જ છે. ૧, અથોત્તરાર્ધ–વિષા જળવÊવ પુનરેવ પ્રવર્ધતે I [ નારાત્રિાનોપનિષદ્ ૩/૨૭]

Loading...

Page Navigation
1 ... 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544