Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust

View full book text
Previous | Next

Page 511
________________ ૪૮૨, અધ્યાત્મમત પરીક્ષા પ્લે ૧૪ ननु तथापि दुष्कृतगर्हामात्रेणैव मिथ्यादुष्कृतादिदानात् पापनिवृत्तिभविष्यतीत्याशङ्कायामाह जो पाव गरह तो तं चैव निसेवए पुणो पाव । तस्स गरहावि मिच्छा अतहक्कारो हि मिच्छत्तं ॥१७८॥ (यः पाप गर्ह स्तच्चैव निसेवते पुनः पापम् । तस्य गर्दापि मिथ्याऽतथाकारो हि मिथ्यात्वम् ॥१७८॥) संयमविषयायां हि प्रवृत्तौ वितथासेवनायां मिथ्यादुष्कृतदानप्रसूता गर्दा दोषापनयनायालम् न तूपेत्यकरणगोचरायां, नाप्यसत्करणगोचरायाम् । उक्त च संजमजोगे अब्भुदिठयस्स जं किंचि वितहमायरियं । मिच्छा एयंति वियाणिऊण मिच्छंति कायव्वं ॥ [आ०वि०-६८१] ति । अत एव प्रतिक्रमणीयपापकर्माऽकरणमेवोत्सर्गतः प्रतिक्रमणमुक्त છતાં પણ દુષ્કૃતગર્તામાત્રથી “મિચ્છામિ દુક્કડમ' દેવાથી પાપ નિવૃત્તિ થઈ જશે. ચારિત્રની શી જરૂર છે? એવી શંકાને મનમાં રાખીને ગ્રંથકારશ્રી કહે છે– [પુનઃ પુન: પાપ સેવનારની ગહ મિથ્યા] . ગાથાર્થ :-પાપની ગહ કરતે પણ જે જીવ એજ પાપને પુનઃ સેવે છે તેની ગહ પણ મિથ્યા=બેટી છે કારણ કે ગહરૂપ જેવું બેલીએ છીએ તેવું ન કરવા રૂપ અતથાકાર જ મિથ્યાત્વ=ોટાપણું છે. મિચ્છામિ દુક્કડમ દેવાથી ઉત્પન્ન થયેલ ગહ સંયમ વિષયક પ્રવૃત્તિ કરતાં થઈ ગયેલ વિપરીત આસેવનથી બંધાયેલ કર્મરૂપ દોષને દૂર કરવામાં સમર્થ છે, પણ સામે ચાલીને કરેલા વિપરીત આસેવનથી થયેલ દોષને દૂર કરવામાં કે અસત્ યોગોને જ પ્રવર્તાવતાં થએલ દોષને દૂર કરવામાં સમર્થ ન થાય. કહ્યું છે કે “સંયોગ અંગે ઉદ્યત થયેલાએ તે ઉદ્યમ કરતાં જે કંઈ વિપરીત આચરણ થઈ ગયું હોય તેને અંગે “આ મિથ્યા છે એવું જાણીને મિચ્છામિદુફ કામ કરવું જોઈએ.” તેથી જ, પ્રતિક્રમણીય પાપને પુનઃ ન કરવું એજ ઉત્સર્ગથી તો પ્રતિક્રમણ છે એમ કહ્યું છે. “જો કે પાપ કરીને પણ અવશ્ય એનું પ્રતિકમણ તે કરવાનું જ છે, તે પછી એ પુનઃ કરવું ન જોઈએ. તે જ સાચું પ્રતિક્રમણ થાય.” શંકા –આ રીતે તે દેશવિરતાદિને પ્રતિક્રમણાદિ માની શકાશે નહિ, કારણ કે તેઓને તે અવશ્ય પુનઃ કાયવિરાધના હોય જ છે. [ શ્રાવકાદિ મર્યાદામાં રહ્યા હોવાથી ગહ સફળ] સમાધાન એ વાત બરાબર નથી કારણ કે મિથ્યા મે દુષ્કૃતમ”માં મર્યાદામાં રહેવું” એ “મે' પદને અર્થ તેઓને પણ અબાધિત જ હોય છે. અંદરથી દુષ્ટ જે જીવ મર્યાદામાં રહ્યા વગર જ મિચ્છામિ દુક્કડમ આપે છે તેનું તે મિચ્છામિ દુક્કડમ પ્રત્યક્ષ મૃષાવાદાદરૂપ હોવાના કારણે પોતાના દોષાપનયનરૂપ ફળ વિનાનું હોય છે. १. संयमयोगेऽभ्युत्थितस्य यत्किंचिद् वितथमाचरितम् । मिथ्या एतदिति विज्ञाय मिथ्येति कर्त्तव्यम् ॥

Loading...

Page Navigation
1 ... 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538 539 540 541 542 543 544