Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
સ્ત્રીમુક્તિવિચાર
નખ
,
"जिनवचनं जानीते श्रद्धत्ते चरति चार्यिकाऽशबलम् ।
"नास्यास्त्यसम्भवोऽस्य नादृष्टविरोधगतिरस्ति ॥” इति । न च स्त्रीवेदोदेयप्रसूतकामातिरेकप्रतिबध्यतया ब्रह्मचर्थे कजीवितं भाववैचित्र्यमेव तासामसम्भवीति वाच्यम् , स्त्रीणामपि दुर्द्धरब्रह्मचर्यधरणश्रवणात् , कषायहानिसामग्रथा नोकषायहानेः सुकरत्वाद्, अन्यथा पुंसामपि कः प्रतीकारः ? न च छद्मस्थानां कात्स्न्ये नाऽनिरुद्धमनसां कादाचित्केन मानसविकारलेशेनातिचारसम्भवेऽप्यनाचारो नाम, देशभङ्गेऽपि सर्वभङ्गाभावात् , मानसिकपापस्य मोनसपश्चात्तापादि. प्रतिकार्यत्वाद्, अन्यथा छद्मस्थानां प्रत्याख्यानभङ्गावश्यकत्वे प्रव्रज्योच्छेदप्रसङ्गः, तस्मात् स्त्रीक्लीबयोवैषम्यस्य दर्शितत्वांत्तयोरुभयोः समानशीलत्वे वाङ्गमात्रमेव शरणमिति न किश्चिदेतत् । તેઓને જિનક૯પાદિ આવશ્યક જ હોવાથી એમાં પ્રવૃત્તિ અસંગત નથી. સ્ત્રીઓને તે વિશિષ્ટમાર્ગની શક્તિ જ હોતી નથી. તેથી પિતાને ઉચિત અનુષ્ઠાનાદિરૂપ ચારિત્રમાં શક્તિને ગોપવ્યા વિના પ્રવર્તતી સ્ત્રીઓને શક્તિનિગૃહનના કારણે થનારી ચારિત્રહાનિ હેતી નથી. અને તેથી એ રીતે તેઓને ઉત્તરોત્તર ચારિત્રવૃદ્ધિ જ સંભવતી હોવાથી ભાવવૈચિને આધીન વિચિત્ર કર્મક્ષય પણ સંભવે જ છે. - આ જ અભિપ્રાયથી કહ્યું છે કે “આર્થિકા= સાદેવી અશમલ=અતિચારરહિતપણે જિનવચનને જાણે છે, શ્રદ્ધા કરે છે અને આચરે છે. તેઓને ચારિત્રને અસંભવ હેતે નથી કે તેઓમાં રહેલ કેઈ અદષ્ટતત્વ પણ ચારિત્રવિરોધી હેતું નથી.”
શંકા :- વિશિષ્ટ પ્રકારના શુભભાવે બ્રહ્મચર્યની નિર્મળતા પર અવલંબે છે. આમ એક માત્ર બ્રહ્મચર્ય પર આધારિત ભાવવૈચિત્ર્યને=ભાવવિશુદ્ધિને સ્ત્રીવેદોદયથી થએલ કામાતિરેકથી પ્રતિબંધ થતા હોઈ તે તેઓને અસંભવિત જ છે
સમાધાન:- આ શંકા બરાબર નથી, કારણકે સ્ત્રીઓએ પણ દુર્ધર બ્રહ્મચર્ય પાળ્યું હોવાનું સંભળાય છે. કષાયહાનિની સામગ્રીથી નેકષાયહાનિ પણ તેઓને સહેલી જ હોય છે. નહિતર તે પુરુષોને પણ પુરુષવેદેાદય બ્રહ્મચર્યવિરોધી હોવાથી વિશિષ્ટ અધ્યવસાય શી રીતે માની શકાશે? વળી જેઓએ મનને સંપૂર્ણ પણે નિગ્રહ કર્યો નથી એવા છોને કયારેક થતાં માનસિક વિકારના અંશથી અતિચાર સંભવતા હોવા છતાં અનાચાર કંઈ થઈ જતો નથી, કારણ કે માનસિક પાપ માનસિક પશ્ચાત્તાપાદિથી ધોવાઈ. જતું હોવાના કારણે જણાય છે કે એનાથી આંશિક ભંગ થતું હોવા છતાં સર્વભંગ થયા હોતે નથી. નહિતર તે છગ્રસ્થાને માનસિક વિકારાદિથી પ્રત્યાખ્યાનભંગ અવશ્ય થનાર હોવાથી કોઈને પ્રત્રજ્યાનું પચ્ચકખાણ જ સંભવિત ન રહેવાથી પ્રત્રજ્યાને જ ઉચ્છેદ થઈ જશે. તેથી શ્રી અને નપુંસકની વિષમતા પૂર્વે દેખાડી ગયા હોવાના કારણે તે બન્નેને સમાન સ્વભાવવાળા માની નપુંસકની જેમ સ્ત્રીઓને પણ મુક્તિને અભાવ કહેવામાં સ્વવચન માત્ર જ શરણભૂત છે=આધારભૂત છે, કેઈ શાસ્ત્ર કે યુક્તિ આદિને ટેકે નથી. તેથી એ મુક્તિનિષેધવચન અસાર છે.