Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
સીમુક્તિવિચાર
૪૩૪
__ अथ सलज्जतया तासां चारित्रमूलमाचेलक्यं न संभवि, अप्रावृतानां च तासां तिरश्चीनामिव पुरूषैरभिभवनीयत्वात् । “नो कप्पइ निग्गंथीए अचेलाए होन्तए" त्ति भवदागमेनापि निषिद्धमेव नाग्न्यमिति न तासां चारित्रसंभव इति चेत् ? न, नाग्न्यं हि न चारित्राङ्ग, लज्जारूपसंयमविघातित्वात् । न च धर्मोपकरणधरणेन परिग्रहः, तस्य मूर्छारूपत्वादिति प्रपश्चित प्राक् । अपि च मूर्छा विनापि वस्त्रसंसर्गमात्रेण यदि परिग्रहः स्यात्तदा जिनकल्पिकस्यापि हिमत्तौं शीतसंपातनिवृत्तये धर्मार्थिना शिरसि वस्ने प्रक्षिप्ते तस्य परिग्रहप्रसङ्गः । तस्माद्यतनया धर्मोपकरणधारिणीनां संयतीनां न संयमविघातो नाम । यत्त्वनन्तजन्तुसम्पात. योनिभूततया प्राणातिपातविरतिं विना न तासां चारित्रमिति तदसभ्यप्रलपितं, अशक्यपरिहारविराधनाया हिंसात्वायोगात् , अन्यथा जन्तुसन्तानसम्पूरिते लोके समुच्छिन्नैव प्राणिनामहिंसा। તેઓને સંભવતું નથી. કારણ કે જેમ તિર્ય“ચસ્ત્રીઓ નગ્ન હોવાથી નરતિચેથી અભિભવનીય હોય છે તેમ નગ્ન એવી તેઓ પુરુષોથી અભિભવનીય હોય છે. વળી, નિર્ચન્થીને અચેલ થવું ક૯પતું નથી એવા તમારા આગમવચનથી પણ તેઓને નગ્નાવસ્થા નિષિદ્ધ હોવાથી ચારિત્ર સંભવતું નથી.
ઉત્તરપક્ષ – લજજાત્મક સંયમને વિઘાત કરતી હોવાથી નગ્નતા ચારિત્રના કારણભૂત નથી. તેમજ વસ્ત્રાત્મક ધર્મોપકરણનું ધારણ કરવા માત્રથી કંઈ તેઓને પરિગ્રહ લાગી જતો નથી કારણ કે પરિગ્રહ તો મૂર્છારૂપ છે ઈત્યાદિ અમે આગળ કહી ગયા છીએ. વળી મૂર્છા ન હોવા છતાં વસ્ત્રના સંસર્ગ માત્રથી જ જે પરિગ્રહ લાગી જતે હોય તે તો ઠંડી ઋતુમાં જિનકલ્પિકના મસ્તક પર કઈ ધર્માથી ઠંડીથી તેમના રક્ષણ માટે વસ્ત્ર નાખી દે તે તે મહાત્માને પરિગ્રહ લાગશે અને તેથી ચારિત્રભ્રષ્ટ થઈ જવાને પ્રસંગ આવશે, છતાં તે મહાત્માને મૂર્છા ન હોવાથી જેમ એવી આપત્તિ તમે માનતા નથી, તેમ યતનાપૂર્વક ધર્મોપકરણને ધારણ કરનારી સાધ્વીઓને પણ તે વસ્ત્રાદિ પર મૂર્છા થતી ન હોવાથી સંયમવિઘાત થતું નથી.
[ સંઘચાતુવિધ્યની અનુપત્તિ ]. વળી, “અનંત જંતુઓનું ઉત્પત્તિ સ્થાન હોવાથી સ્ત્રીઓને પ્રાણાતિપાતવિરતિ અસંભવિત હોવાના કારણે ચારિત્ર પણ હોતું નથી એવું જે કહ્યું છે તે પણ અસભ્ય પ્રલાપ છે કારણ કે જેને પરિહાર કરવો અશક્ય હોય છે તેવી વિરાધના હિંસારૂપ હોતી નથી. નહિતર તે જીવસમૂહથી ખિચેખિચ ભરાયેલા આ લોકમાં જીવોની અહિંસા જ સંભવિત રહેશે નહિ. વળી સ્ત્રીઓને જો ચારિત્ર ન હોય તે સાધુ, સાવી, શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વર્ણ શ્રમણ પ્રધાન સંઘની વ્યવસ્થા થઈ શકશે નહિ, અને તે પછી “જે ચતુર્વણ શ્રમણસંઘની ઈષ્ટ ભક્તિ કરે...” ઈત્યાદિરૂપ તમારા આગમ ૧. બૃહત્ક૯પસૂત્ર પ/૧૯ો ઘતે નિયા મા મવિતમ્ . ૨. ૨૩ મી ગાથામાં.
૫૫