Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
સિદ્ધોમાં ચારિત્રની હાજરીનો વિચાર
૩૮૨
___अथ शैलेशीप्रतिपन्नसिद्धयार्लब्धिवीर्याविशेषेऽपि स्वरूपसत्कारणस्याप्यभावात् सिद्धानामवीर्यत्वव्यपदेश इति चेत् ? न, एवंविवे हि विवादे भाष्यकारो यमर्थमनुमन्यते तमेवार्थ प्रमाण यामः । अथ चरणदानादिलब्धीनां विकारिणीनामेव तदानीमुपक्षयोऽविकारिणीनां तु सुतरां संभवो, विकारिगुणोपक्षयेऽवि कारिगुणप्रादुर्भावनि यमात् इति चेत् ? किमिदं विकारित्वम् ? शरीराद्यपेक्षया प्रवर्त्तमानत्वं तदुत्पाद्यमानत्व वा १ नाद्यः, केवलज्ञानादेरपि तथाभावप्रसङ्गात् । न द्वितीयः, क्षायिकभावस्य शाश्वतत्वात् । 'समयान्तरितयोज्ञानदर्शनयोरिव प्रवाहा. पेक्षयैव शाश्वतत्वमिति चेत् १ स प्रवाहो यन्निमित्ताधीनस्तन्निमित्तनाशात्तन्नाशः, इति सिद्ध चरणमानादिलब्धीनां सादिसान्नायिकभावत्वम् । अथ ज्ञानादिप्रवाह व चारित्रादिप्रवाहोऽपि આશ્રીને સવીય હોય છે કરણવીર્યને આશ્રીને અવીર્ય, નહિ કે “સિદ્ધ અવીર્ય હોય છે” એમ.....
શંકા -શૈલેશી પ્રાપ્ત છે અને સિદ્ધોને લબ્ધિવીય એકસરખું હોવા છતાં સિદ્ધોને સ્વરૂપસકારણને પણ અભાવ થયો હોવાથી અવયં કહ્યા છે.
સિદ્ધોમાં વીર્યભાવ) સમાધાન આ કારણે જ અવીર્ય કહ્યા છે કે વીર્યનો અભાવ હોવાના કારણે ? એવા પ્રશ્નનો આપણે ઉકેલ લાવી શકતા નથી ત્યારે આવા પ્રકારના વિવાદમાં તે ભાષ્યકારને જે સંમત હોય તેને જ આપણે પ્રમાણ કરીએ છીએ. તેથી વીર્ય ન હોવાના કારણે જ સિદ્ધ અવીર્ય હોય છે એવું ભાષ્યકારને સંમત હોવાથી આપણે પણ માનવું જ જોઈએ.
શંકા-વિકારી મતિજ્ઞાનાદિનો નાશ થએ છતે જેમ અવિકારી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ વિકારી એવી ચરણદાનાલિબ્ધિઓનો ક્ષય થાય ત્યારે અવિકારી ચરણાદિ લબ્ધિઓની ઉત્પત્તિ અવશ્ય માનવી જ જોઈએ અને તેથી સિદ્ધોને પણ અવિકારી ચરણદાનાદિ અવશ્ય માનવા જ જોઈએ.
સમાધાન –ચારિત્રાદિમાં આ વિકારી પણું શું છે ? શરીરાદિને સાપેક્ષ રીતે પ્રવર્તવું તે, કે શરીરાદિથી ઉત્પન્ન થવું તે ? પ્રથમ પક્ષ માની શકાશે નહિ, કારણકે કેવલજ્ઞાનાદિ પણ શરીરસાપેક્ષ પ્રવર્તતા હોવાથી વિકારી માનવાની તેમજ સિદ્ધાને તેને અભાવ હોવાનું માનવાની આપત્તિ આવે. દ્વિતીય પક્ષ પણ યુક્ત નથી કારણકે ક્ષાયિક ભાવે શાશ્વત હોવાથી પછી શરીરાદિથી ઉત્પાદ્યમાન હોતા નથી.
શકો :- જેમ કેવલજ્ઞાન-કેવળદર્શનનો ઉપયોગ એક એક સમયને અંતરે જ હોય છે, નિરંતર હોતે નથી અને છતાં પ્રવાહની અપેક્ષાએ તે બનને શાશ્વત કહેવાય છે એમ ચારિત્રાદિ પણ સાન્તર જ હોવા છતાં પ્રવાહની અપેક્ષાએ જ શાશ્વત કહેવાય છે. તેથી એક એક ક્ષણને આંતરે ઉત્પન્ન થતાં હોવામાં પણ કઈ વાંધો નથી.