Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા લે. ૧રર-૧ર૩
- एवं कवलाहारो जुत्तीहिं समथिओ जिणवराणं ।
पुयायरिएहिं जहा तहेव लेसेण उवइट्ठो ॥१२२॥ ( एव कालाहारा युक्तिभिः समर्थितो जिनवराणाम् । पूर्वाचार्य यथा तथैव लेशेनोपदिष्टः ॥१२२॥)
स्पष्टा ॥१२२।। एव च केवलिनः कवलभोजित्वे समर्थिते तस्य पूर्वप्रस्तुत कृतकृत्यत्वमक्षतमित्याह
तेण केवलनाणी कयकिच्चो चेव कवलभोईवि ।
नाणाईण गुणाण पडिघायाभावओ सिद्धो ॥१२३॥ (तेन केवलज्ञानी कृतकृत्य एव कवलभोज्यपि । ज्ञानादीनां गुणानां प्रतिघाताभावतः सिद्धः ।।१२३॥)
कवलभोजित्वेऽपि केवलिनां ज्ञानादिगुणाऽप्रतिघातात् कृतकृत्यत्व निराबाधमेव । कुतः ? के च ते ज्ञानादिगुणाः १ उच्यते-ज्ञानावरणक्षयात् केवलज्ञान, दर्शनावरणक्षयात् केवलदर्शन, मोहक्षयात् क्षायिकसम्यक्त्वचारित्रो, अन्तरायक्षयादानादिलब्धिपञ्चक चेति । यद्यपि निखिल
ગાથાર્થ - આમ કેવળીઓને કવલાહાર હોય છે એ વાત પૂર્વાચાર્યોએ જે રીતે યુક્તિઓથી સમર્થિત કરી છે તે રીતે અમે પણ સંક્ષેપથી કહી. ગાથાર્થ સ્પષ્ટ છે. ૧૨રા
- આ રીતે કેવળીઓના કવલાહારનું સમર્થન કર્યું. એટલે કવલજી હોવા છતાં પૂર્વે ૭૧ મી ગાથામાં પ્રસ્તુત કરેલ તેઓનું કૃતકૃત્યત્વ તે અક્ષત જ છે એવું ગ્રન્થકાર જણાવે છે
[ કલાહાર હોવા છતાં કૃતકૃત્યત્વ અખંડિત] - ગાથાથ - તેથી કવલજી હોવા છતાં કેવળીઓ કૃતકૃત્ય જ હોય છે. એ વાત તેઓના જ્ઞાનાદિ ગુણેને કવલાહારથી પ્રતિઘાત થતું ન હોવાથી સિદ્ધ થઈ. 1 કવલાહારી જ્ઞાનાદિગુણોને પ્રતિઘાત થતું ન હોવાથી કેવળીઓનું કૃતકૃત્યત્વ તો અખંડિત જ છે.
પ્રશ્ન :-તમે આવું શેના આધારે કહો છો? વળી તે જ્ઞાનાદિ ગુણો કયા કયા છે?
ઉત્તર – જ્ઞાનાવરણના ક્ષયથી કેવલજ્ઞાન, દર્શનાવરણના ક્ષયથી કેવલદર્શન, મેહક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ તેમજ ક્ષાયિક ચારિત્ર અને અંતરાયના ક્ષયથી દાનાદિ પાંચ લબ્ધિઓ રૂ૫ ગુણ કેવળીઓને પ્રગટ થાય છે. જો કે સંપૂર્ણ કર્મક્ષયથી થતાં સઘળા ગુણો તે સિદ્ધાત્મામાં જ હેવાથી સર્વથા કૃતકૃત્ય તો તેઓ જ હોય છે છતાં ૪ ઘાતીકર્મોનો ક્ષયથી થએલ ગુણે કેવળીમાં પણ હેવાથી કેવળી પણ દેશતઃ કૃતકૃત્ય કહેવાય છે. - પૂર્વપક્ષ - એ રીતે તે અવિરતક્ષાયિકસમ્યકત્વને પણ દેશકૃતકૃત્ય કહેવા પડશે કારણ કે તેઓને પણ દર્શન મેહનીય ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વગુણ પ્રકટ થયે જ હોય છે.
[કેવલજ્ઞાનાદિ અનેક અશથી કૃતકૃત્યતા ] ઉત્તરપક્ષ :- છતાં તેઓ આ એક જ અંશથી કૃતકૃત્ય હોય છે જ્યારે કેવળીઓ કેવલજ્ઞાનાદિરૂપ અનેક અંશેથી કૃતકૃત્ય હોય છે, આટલો બેમાં ફેર છે.