Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
અધ્યાત્મમત પરીક્ષા લૈ. હર
स्यादेतत्-सुख तावद्विविधमैन्द्रियकमतीन्द्रिय च, दुःख त्वैन्द्रियकमेव । तत्रातीन्द्रियं सुख तावदमूर्त्ताभिरात्मपरिणामशक्तिभिरुत्पाद्यमानं ज्ञानमेव निराकुलतया व्यवस्थित, एन्द्रियकसुखदुःखे त्विष्टानिष्टविषयोपनिपातान् मूर्ताभिः क्षयोपशमशक्तिभिरुत्पाद्यमान ज्ञानमपेक्ष्य प्रवर्तते, अत एव भगवतां न ते, तदुक्त
"सुक्ख वा पुण दुःख केवलनाणिस्स णत्थि देहगढ़। जम्हा अदिदियत्त जादं तम्हा दु तं णेय ॥ [प्रवचनसार-१/२०] ति । अत्रोच्यतेणय सुक्खं दुक्ख वा देहगय इदिउम्भव सव्वं ।
अन्नाणमोहकज्जे पमाणसिद्ध हु संकोए ॥९२॥ (न च सुख दुःख वा देहगतमिन्द्रियोद्भव सर्व । अज्ञानमोहकार्ये प्रमाणसिद्धे खलु सङ्कोचे ॥९२॥)
___ भगवतां हि भावेन्द्रियाभावे रतिरूप (एन्द्रियकरूप) सुखमज्ञानारतिजन्य च दुःख' मा भूत् , शरीरेण सहानिष्टविषयसंपर्कजन्यस्य औदर्यज्वलनोपतापजन्यस्य च दुःखस्य को विरोधः ? परोक्षज्ञानहेत्विन्द्रियमैत्रीप्रवृत्तिहेतुकतृष्णाव्याधिसात्म्यस्थानीय एव रम्यविषयसंसर्ग
પૂર્વપક્ષ –સુખ બે પ્રકારનું છે–ઐક્રિય અને અતીન્દ્રિય. જ્યારે દુઃખ તે એક પ્રકારનું અન્દ્રિયક જ હોય છે. એમાં અમૂર્ત એવી આત્મપરિણામ શક્તિઓ વડે ઉત્પન્ન થતું જ્ઞાન નિરાકુલ હોવાથી અતીન્દ્રિય સુખરૂપ છે. તેમજ ઈષ્ટ કે અનિષ્ટ વિષયના સંગાદિના આલંબને મૂર્ત એવી ક્ષયોપશમ શક્તિઓ વડે કરાએલ જ્ઞાન ને આશ્રીને જે સુખ કે દુખને અનુભવ થાય છે તે અનુક્રમે ઍન્દ્રિયક સુખ અને એન્દ્રિયક દુઃખ કહેવાય છે. ક્ષાયિક ભાવને પામેલા કેવળીએાને ઈનિદ્રને ક્ષયોપશમ હયાત ન હોવાથી આ ઐન્દ્રિયક સુખ-દુઃખ હોતા નથી. કહ્યું છે કે “દેહગત–શારીરિક સુખ કે દુઃખ ઈન્દ્રિય દ્વારા થતા હોવાથી કેવળીઓને હોતા નથી કારણ કે તેઓ અતીન્દ્રિય=ક્ષાપશમિક એવા ઈન્દ્રિયજ્ઞાનથી રહિત થયા હોય છે. તેથી તેઓના જ્ઞાન અને સુખ અતીન્દ્રિય જ હોય છે, એ જાણવું.' આવા પૂર્વપક્ષનું સમાધાન કરતાં ગ્રન્થકાર કહે છે –
[દુખ એ દ્રિક જ હોય એવો નિયમ નથી-ઉત્તરપક્ષ) ગાથાર્થ :-સઘળા શારીરિક સુખ કે દુઃખ ઈન્દ્રિયદ્વારા જ ઉદ્દભવે છે એ વાદીને અભિપ્રેત નિયમ વસ્તુ છે નહિ. નિયમ તે એ છે કે જે સુખ-દુઃખ અજ્ઞાન કે મેહના કાર્યભૂત હોય તે ઈન્દ્રિયેથી જ ઉત્પન્ન થાય. તેથી બધા શારીરિક સુખ-દુકાને ઈન્દ્રિભૂત માનવાના નિયમમાં આવો સંકેચ કરો પ્રમાણસિદ્ધ હોવાથી “અતીન્દ્રિય= ઈન્દ્રિયજન્યજ્ઞાનરહિત કેવળીઓને કેઈ શારીરિક સુખ-દુઃખ હોતા નથી તેમજ સુધાદિ પણ હોતા નથી” એવું માનવું યુક્તિયુક્ત નથી. १. सौख्यं वा पुनर्दुःख केवलशानिनो नास्ति देहगतम् । यस्मादतीन्द्रियत्व जात तस्मात्तु तज्ज्ञेयम् ॥