Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
કેવલિભક્તિવિચાર
अस्सायवेअणिज्जं छुहतण्हाईण कारणं जाण ।।
पज्जत्तिसत्तितदुदयजलितंत्तज्जलणदित्ताणं ॥७९॥ (असातवेदनीय क्षुत्तृष्णादीनां कारण जानीहि । पर्याप्तिशक्तितदुदयज्ज्वलितान्तवलनदीप्तानाम् ॥७९॥)
एवं च सामान्यतोऽसातजनकमसातवेदनीय, तत्कारणोपग्राहकतयाहारपर्याप्तिश्च तद्वैचित्र्यप्रयोजकवैचित्र्यवत्तया ज्वलनोपतापहेतुः, मोहनीयं कर्म तु न कुत्राप्युपयुज्यत इति कथं तद्विरहात् क्षुनष्णादिविरहः केवलिनामिति ॥७९॥ शङ्कते
नणु छुहतण्हा तण्हामोहुदउप्पत्तिआ रिरंसक ।
भण्णइ अण्णा तण्हा अण्णं दुःख तयट्ठति ॥८॥ (ननु क्षुधा तृष्णा तृष्णामोहोदयोत्पत्तिका रिरंसेव । भण्यतेऽन्या तृष्णा अन्यदुःख तदर्थमिति ॥८०॥ )
સમાધાન : તમારી વાત સાચી છે પણ અશન–પાનાદિના પરિણામની વિચિત્રતા માટે પર્યાપ્તિવિચિત્રતા અવશ્ય માનવી જ પડે છે. અવશ્યકલપ્ત એવી તેનાથી જ સુધા–તૃષ્ણાની વિચિત્રતા પણ સંગત થઈ શકતી હોવાથી અશાતા વેદનીયમાં પણ સુધાદિ વિચિત્રતાની પ્રયજક વિચિત્રતા ન માનતાં સામાન્યથી જ અશાતાની હેતુતા માનવી ઉચિત છે અર્થાત્ અશાતા વેદનીય તો માત્ર સામાન્યથી અશાતા જ ઊભી કરે છે. ભૂખ-તરસ વગેરેની અશાતા તો પર્યાપ્તિ વિચિત્રતાના કારણે જ થાય છે. આવા અભિપ્રાયથી જ પર્યાપ્તિને પણ સુધાદિના કારણ તરીકે કહી છે.
વળી અશાતા વેદનીય કે પર્યાપ્તિ એ બંને પ્રત્યેક સ્વતંત્ર રીતે (એકબીજાથી નિરપેક્ષ રહીને) પણ ભૂખ-તરસ વગેરે ને ઉત્પન્ન કરે છે એવું માનવું પણ યુક્ત નથી. કારણ કે તે પછી પર્યાપ્તિ અશાતા વેદનીયથી અન્યથાસિદ્ધ થઈ જવાથી તપ્રતિપાદકવચન અનુચિત થઈ જવાની આપત્તિ આવે. આવા અભિપ્રાયથી ગ્રન્થ. કારશ્રી કહે છે –
ગાથા -પર્યાપ્તિ શક્તિના ઉદયથી પ્રવળી ઉઠેલ જઠરાગ્નિથી પ્રદીપ્ત થયેલ ભૂખ-તરસાદિનું અશાતા વેદનીય કારણ છે તે તમે જાણે. અર્થાત્ ભૂખ-તરસ વગેરેના અશાતા વેદનીય અને પર્યાપ્તિ બંને કારણ બને છે.
આમ સામાન્યથી અશાતા વેદનીય ભૂખતરસજનક છે અને તે કારણના ઉપગ્રાહક હવા રૂપે પર્યાપ્તિ પણ ભૂખાદિના ચિત્રમાં પ્રાજકીભૂત વિચિત્ર્યવાળી હવા રૂપે જવલને પતાપ હેતુ બને છે. મેહનીય કર્મ તે કયાંય પણ ઉપયુક્ત થતું નથી તેથી મેહનીય કર્મ ન લેવા માત્રથી, કેવળીઓને સુધા–તૃષ્ણા પણ ન હોય એવું શી રીતે મનાય ?
અહીં વાદી આશંકા કરે છે કે
ગાથાર્થ :–જેમ વગેરેને ભોગવવાની ઈચ્છા તૃષ્ણારૂપ હોવાથી મેહદય જન્ય છે તેમ સુધા-તૃષ્ણ પણ તૃષ્ણારૂપ હોવાથી તૃષ્ણાહનીયકર્મોદયજન્ય છે,