Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
દ્રપ િવઘત્વવિચાર
___ नापिः तृतीयो, द्रव्यलिङ्गस्य भावलिङ्गाविनाभावित्वाभावेन तदनुमानकत्वाऽसंभवात् , तइविनाभाविसुविहितद्रव्यलिङ्गस्य च तत्राऽप्रतिसन्धानात् ।। રેપ મિથ્યા હોવાથી એનું ચિંતન કરવામાં કઈ વિશેષ વધે રહેતું નથી કે જેથી એને નિષેધ કરવો પડે.
પૂર્વપક્ષ –શબ્દોના અર્થ અનેક થતા હોવાથી ઉપરોક્ત આગમઘટકભૂત “નારી” શબ્દનો પણ “ચિત્રિત નારી જ અર્થ છે, તેથી ચિત્રમાં રહેલ નારીમાં સાક્ષાત્ નારીને અભેદપચાર કરી એનું ચિંતન કરવું નહિ એવા નિષેધને અહી અભિપ્રાય જ નથી જેથી આગમ અનુપપન્ન થાય. કિન્તુ ચિત્રિતનારીનું પણ ચિંતન કરવું નહિ એટલે જ નિષેધ અભિપ્રેત છે.
ઉત્તરપક્ષ - આ વાત બરાબર નથી. કારણ કે ચિત્રિત નારીને માત્ર ચિત્રરૂપે જ જોવાથી કંઈ કામવિકારાદિને પ્રાદુર્ભાવ થતો નથી કે જેથી એનો નિષેધ કરે પડે. કિરતુ સાક્ષાત્ નારી જ જાણે ત્યાં ન હોય! એ રીતે જોવાથી જ કામવિકારાદિ જાગે છે. તેથી ચિવિત નારીનો નિષેધ પણ તે જ સંગત થાય છે એમાં સાક્ષાત્ સ્ત્રીને અભેદોપચાર થતો હોય તેથી જેમ ચિત્રમાં અભેદારેપથી અશુભસંક૯પ જાગે છે અને એ પાપજનક બને છે તેમ પ્રતિમામાં પણ અમેદારોપથી શુભ સંકલ્પ જાગે છે અને એ શુભસંકલ્પ પુણ્યજનક બને છે એ સ્વીકારવું જ જોઈએ. આમ પોતે જ આચરણમાં અભેદોપચાર કર હોવા છતાં એને મિથ્યા તરીકે ઓળખાવનાર દુષ્ટ સાથે વધુ ચર્ચાથી સયું.
(૨) “દ્રવ્ય પોતે જ ભાવ બની જતું હોવાથી દ્રવ્યમાં ભાવને અભેદ આરોપ તાત્વિક છે, અર્થાત્ દ્રવ્ય અને ભાવ હકીકતમાં અભિન્ન છે જ, પણ સ્થાપના કંઈ ભાવરૂપે (=સ્થાપ્યરૂપે) પરિણમતી નથી કે જેથી એ ભાવથી હકીક્તમાં અભિન્ન હોઈ એમાં અપચાર તાત્વિક છે એમ કહી શકાય.” એવું કથન પણ અયુક્ત છે કારણ કે દ્રવ્ય નિક્ષેપ પણ કંઈ ભાવનિક્ષેપાથી અભિન્ન નથી. દ્રવ્યત્વાદિરૂપ ધર્મ વિશિષ્ટ વસ્તુ કંઈ ભાવવાદિરૂપ અન્ય ધર્મ વિશિષ્ટ વસ્તુથી અભિન્ન હોતી નથી. નહિતર એમાં જે અન્ય ધર્મ વિશિષ્ટ વસ્તુનો ઉપચાર કરાય છે એ નિમૂલક થઈ જવાની આપત્તિ આવશે કારણ કે કંઈક સમાનતા હોવા સાથે ભેદ હોવો એ જ આરોપ કરવાનું નિમિત્ત છે. મુખમાં ચંદ્રનો જ આરોપ કરાય છે, મુખને નહિ. તેથી જે દ્રવ્ય અને ભાવ પણ અભિન્ન હોય તે તો એમાં આરોપ જ થઈ શકશે નહિ. પણ થાય તે છે, તેથી મે ને ભિન્ન જ માનવા પડે. ભિન્ન એવા પણ તે બેમાં જે અભેદપિતાવિક છે. તે ભિન્ન એવા પણ સ્થાને સ્થાપનામાં થતે અભેદારો૫ શા માટે તાવિક ન બને ?