Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
જ્ઞાન-ચારિત્રપ્રાધાન્યવિચાર संमतो भाव एवानुपचरितार्थ' इति चेत् ? तत्कि द्रव्यार्थिकस्य सकलनिक्षेपसमाहिणः प्रमाणत्वमेव प्रतिपत्तुमीहसे ? अथ नामादित्रय' द्रव्यार्थिकस्य मुख्योऽर्थो भावस्तु गौण एव, બતાવ- [ વિ૦ મે ૨૮૪૭]
'भाव चिय सद्दणया सेसा इच्छंति सव्वणिक्खेवे । णामाइतिय दवट्टियस्स भावो य पज्जवणयस्स ॥
त्ति भगवद्भाष्यकारवचोविरोधपरिहारः सामान्यविशेषभावेनेति चेत् ? तर्हि भावोऽप्युपचरितः प्राप्त इत्यायुष्मतः प्रतिज्ञायाः का गतिः ? સંભવિત જ છે. સામાન્યથી કેઈપણ શબ્દ ઓછામાં ઓછા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ રૂ૫ ચાર અર્થોને તે જણાવે જ છે. આવા ચારનિક્ષેપોમાં શબ્દો તે નિયત જ હોવાથી ગમે ત્યારે કોઈ પણ શબ્દ ઉચ્ચારાય તે આ ચારેમાંથી કેઈ પણ અર્થને બધા થઈ શકે છે. તેથી એમાંથી અમુક નામાદિરૂપ એક જ અર્થને ત્યારે ત્યારે બધા કરાવવાને પક્ષપાત વક્તાની તેવી તેવી વિવક્ષા વિના સંભવ નથી. તેથી જ્યારે નિશ્ચયનયન=ભાવની વિવેક્ષા હોય ત્યારે શબ્દના અર્થ તરીકે એ અનુપચરિત રહે છે અને શેષ નામાદિ નિક્ષેપાઓમાં એ શબ્દને વ્યવહાર ઉપચારથી થાય છે. એમ જ્યારે વ્યવહારવિષયભૂત દ્રવ્યનિક્ષેપાત્મક અર્થ વિવક્ષિત હોય ત્યારે દ્રવ્ય નિરુપચરિત રીતે જણાય છે અને નિશ્ચય વિષયભૂત ભાવને ઉલ્લેખ ઉપચારથી થાય છે. તેથી ભાવની વિવક્ષા વખતે જેમ વ્યવહાર ઉપચરિત વિષયવાળો બને છે તેમ દ્રવ્યની વિવક્ષા વખતે નિશ્ચય પણ ઉપચરિત વિષયવાળો બનતે હોવાથી એને પણ દુર્બળ માન જ જોઈએ.
પૂર્વપક્ષ પણ ભાવ તે સકલનયસંમત હોવાથી ગમે તે નયની વિવક્ષા વખતે એ તે અનુપચરિત અર્થ જ રહેવાથી નિશ્ચય જ બળવાનું છે.
[ભાવમાં સદા નિરુપચારતા માનવામાં આપત્તિ] ઉત્તરપક્ષ – શું તમે દ્રવ્યાર્થિક નયને પ્રમાણ માનવા ઈચ્છો છો? કારણ કે દ્રવ્યાદિ નિક્ષેપાઓને તે એ અનુપચરિત રીતે સ્વીકારે જ છે, હવે જે ભાવને પણ અનુપચરિત રીતે સ્વીકારે છે એવું માનવાનું હોય તો સકલનિક્ષેપસંગ્રાહી એ તે પ્રમાણ જ બની જશે.
પૂર્વપક્ષ નામાદિ ત્રણ દ્રવ્યાર્થિક નયના મુખ્ય વિષય છે. જ્યારે ભાવ ગૌણ વિષય છે તેથી દ્રવ્યાર્થિક નય સકલનિક્ષેપસંગ્રાહી થવા છતાં બધાને સમાન રીતે સ્વીકારતે ન હોવાથી પ્રમાણત્મક નથી. ભાષ્યકાર ભગવાન્ શ્રી જિનભદ્ર ગણિ મહારાજે જે કહ્યું છે કે “શબ્દનો ભાવને જ ઈરછે છે, અને શેષનો સર્વનિક્ષેપાને ઈચ્છે છે. દ્રવ્યાર્થિક નયનો વિષય નામાદિ ત્રણ છે જ્યારે પર્યાયાર્થિકનયને વિષય १. भावमेव शब्दनयाः शेषा इच्छन्ति सर्वनिक्षेपान् । नामादित्रिक द्रव्यार्थिकस्य भावश्च पर्यायनयस्य ।।..