Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
જ્ઞાન–ચારિત્રપ્રાધાન્યવચાર
- ૧૯૧ annammmmmmmmmmmmmmmmmmmmmmmmmannannamariana
'यदा तु भेदवृत्तिप्राधान्यात् भेदोपचाराद्वा नैकः शब्दोऽनेकधर्मप्रत्यायनक्षमस्तदा क्रमेण तावद्धर्माभिधायक वाक्यं विकलादेशः' इति कथं न नयद्वरक्रम युगपदर्पणमनपेक्ष्य सप्तभङ्गयप्रवृत्तौ तत्र प्रतिभङ्गानियतः सकलादेशत्वविचारोऽभित्तिचित्रार्पितः ? इति । न खलु सकलादेशोपयोग्यभदेवृत्तिप्रतिसन्धायकतया निश्चयोपयोगः प्रतिपादयितुं भवतोपक्रान्तः, व्यवहारार्पितज्ञानहेतुकत्वपुरस्कारेणापि तत्प्रवृत्तेः, आप तु स्वविषयमात्रेण सकलभङ्गोपाग्रहकत या । न च तथात्वं तस्याद्यापि सिद्धिमध्यास्त, सकलादेशनियामकत्वरूप व्यवहारातिशायित्व तु निश्चयस्य सर्वाभिमतविषयत्वमिव बाढमनुमन्यामह एव । જેમ પોતે જીવાદિ તે પદાર્થના ગુણરૂપ હોવાથી તેમાં તદ્દગુણવ આત્મરૂપ–સ્વરૂપ છે તેમ જ્ઞાનાદિ બીજા સઘળા ધર્મોનું પોતે જીવાદિ તે પદાર્થના ગુણરૂપ હોવાના કારણે તદ્દગુણત્વ સ્વરૂપ છે. તેથી દરેક ધર્મો સમાન સ્વરૂપ વાળા હોવાથી પરસ્પર અભિન્ન છે. (૩) અથ ? જે રીતે અસ્તિત્વને આધાર જીવાદિ અર્થ (દ્રવ્ય) છે તે જ રીતે બીજા પણ સર્વ ધર્મોને આધાર એ જ દ્રવ્ય છે. આમ તદાધારકત્વ રૂપ અર્થ દ્વારા દરેક ધર્મો અભિન્ન છે. (૪) સંબન્ધ : આ અસ્તિત્વને જીવાદિ પદાર્થમાં જે કથંચિતાદામ્યરૂપ અવિષ્યભાવ સબંધ છે એ જ શેષ બધા ધર્મોને પણ છે. તેથી એક જ સબંધથી રહેલાં હોવાના કારણે એ દરેક ધર્મો અભિન્ન છે. (૫) ઉપકાર : અરિતત્વ ધમ જેમ જીવાદિદ્રવ્યને પોતાથી રંગી નાખવા રૂ૫ (પતામય કરી દેવા રૂપ) જે ઉપકાર કરે છે તે જ શેષ અશેષધર્મો પણ કરતા હોવાથી એ બધા ધર્મો પરસ્પર અભિન્ન છે. (૬) ગુણદેશ : અસ્તિત્વ ગુણને ગુણ એવું જે દ્રવ્ય તેને જે દેશ (ક્ષેત્ર) છે તે જ બીજા બધા ગુણેના ગુણદ્રવ્યને છે તેથી બધા પરસ્પર અભિન્ન છે. (૭) સંસર્ગ : જીવાદિ પદાર્થ સાથે અસ્તિત્વનો જે સંસર્ગ છે તે જ અન્ય સઘળા ધર્મોનો છે તેથી દરેક ધર્મો પરસ્પર અભિન્ન છે. જ્યારે ધર્મ-ધમીના અભેદનું પ્રાધાન્ય હોય ત્યારે તેને સબંધ કહેવાય છે અને જ્યારે ભેદનું પ્રાધાન્ય હોય ત્યારે એ સંસર્ગ કહેવાય છે. તેથી પૂર્વે જે અવિષ્યગુભાવ કહ્યો એ સબંધ જાણો અહીં ધમાંથી ભિન્ન એવા ધર્મોને રહેવાને સંબંધ કહ્યો એ સંસર્ગ જાણવો. (૮) શબ્દ : “અસ્તિ” એ શબ્દ જેમ જીવાદિગત અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે તે જ રીતે શેષ સઘળા ધર્મોનું પ્રતિપાદન પણ કરે છે તેથી દરેક ધર્મો એક શબ્દ વાગ્ય હોવાથી પરસ્પર અભિન્ન છે. " [વિકલાદેશ=એક ધર્મનું જ પ્રતિપાદક વચન]
જ્યારે કાલાદિ દ્વારા ભેદવૃત્તિ ની પ્રધાનતા હોય ત્યારે અથવા જ્યારે ભેદોપચાર હોય ત્યારે દરેક ધર્મો પરસ્પર ભિન્ન હોવાથી “અસ્તિ' વગેરે રૂપ એક શબ્દ અસ્તિત્વ” વગેરે રૂપ એક ધર્મને જ જણાવે છે શેષધર્મોને કહી શકતો નથી. તેથી દરેક ધર્મોનું પ્રતિપાદન કરવા માટે તે દરેકના પોત પોતાના વાચ્ય શબ્દોને ક્રમશઃ પ્રયોગ કરે પડે