Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ધર્મોપકરણની અબાધકતાને વિચારે
૧૦૭ - न च चरमक्षणरूपबीजस्यापि द्वितीयादिक्षणरूपाराऽजनकत्वाद्वयक्तिविशेषमवलम्ब्यैव हेतुहेतुमद्भावोवाच्योऽन्यथा व्यावृत्तिविशेषानुगतप्रथमादिचरमपर्यन्ताङ्कुरक्षणान् प्रति व्यावृत्तिविशेषानुगतानां चरमबीजक्षणादिकोपान्त्याङ्कुरक्षणानां हेतुत्वे कार्यकारणतावच्छेदककोटावेकैकक्षणप्रवेशाप्रवेशाभ्यां विनिगमनाविरहप्रसङ्गात् , तथा च तज्जातीयात् कार्यात् तज्जातीयकारणानुमानभङ्गप्रसङ्ग इति वाच्य, सादृश्यतिरोहितवैसादृश्यानां बीजादीनामनुमानसंभवात्,
પૂવપક્ષ :- પ્રથમબીજક્ષણ, દ્વિતીયબીજક્ષણયાવત્ ઉપન્યબીજક્ષણરૂપ બીજક્ષણે અંકુરોત્પાદક બનતાં નથી તેમજ ચરમબીજક્ષણ પણ પ્રથમ અંકુરક્ષણની જ ઉત્પાદક છે, દ્વિતીય અંકુરક્ષણાદિની નહિ. તેથી ચરમબીજક્ષણાત્મક વ્યક્તિ પ્રથમ અંકુરક્ષણાત્મક અંકુરની ઉત્પાદિકા છે આ વ્યક્તિવિશેષગર્ભિત જ કાર્યકારણભાવ માનવે પડશે. સામાન્યધર્મ પુરસ્કારેણ અનુગત કાર્યકારણભાવ માનવામાં તે વિનિગમનાવિરહ થતો હોવાથી સામાન્યતઃ કાર્યકારણભાવ સંભવિત નથી. અનુગત કાર્ય કારણભાવ બે રીતે સંભવી શકે છે–(૧) અનંકુરવ્યાવૃત્તિસ્વરૂપ વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવા પ્રથમાદિ ચરમપર્યન્ત અંકુરક્ષણરૂપ કાર્યો પ્રત્યે, અનંકુર કુર્ઘદ્રપ વ્યાવૃત્તિ સ્વરૂપ વ્યાવૃત્તિવિશેષથી અનુગત એવી ચરમબીજક્ષણ તથા પ્રથમ અંકુરક્ષણયાવત્ ઉપાજ્યઅંકુરક્ષણ કારણ છે. અર્થાત્ અનંકુરવ્યાવૃત્ત પ્રત્યે અનંકુરકુર્વકૂપવ્યાવૃત્ત કારણ છે આવો એક–એક ક્ષણ પ્રવેશ વિનાને કાર્યકારણભાવ સંભવી શકે છે. (૨) એક સંતાનવત્તી ઉત્તર–ઉત્તર ક્ષણ પ્રત્યે એ જ સંતાનવત્તી પૂર્વ પૂર્વ ક્ષણ કારણ છે એ પણ એક એક ક્ષણ પ્રવિષ્ટ અનુગત કાર્યકારણભાવ માની શકાય છે. આવા બે પ્રકારના અનુગત કાર્યકારણભાવમાંથી કયો માનવો યુગ્ય છે એવો નિશ્ચય કરાવનાર કેઈ ન હોવાથી બેમાંથી એકે ય અનુગતકાર્યકારણભાવ માની શકાતો નથી. તેથી આગળ કહી ગયા એ વ્યક્તિવિશેષ ગર્ભિત જ કાર્યકારણભાવ માનવો પડે છે. અને એમ માનવામાં પણ આપત્તિ તે ઊભી જ છે, તે એ કે તજજાતીય કાર્યથી તરજાતીયકારણનું જે અનુમાન કરવામાં આવે છે તે થઈ શકશે નહિ. પૂર્વે જ્યાં વહ્નિ-ધૂમનું સાહચર્ય જોયું હોય ત્યાં, ધૂમજાતીય કઈ પણ ધૂમ વ્યક્તિ પ્રત્યે વદ્વિજાતીય કેઈપણ વહ્નિવ્યક્તિ કારણભૂત છે એવા સામાન્યતઃ કાર્યકારણુભાવન નિશ્ચય કર્યો હોય તે જ અધિકૃત ધૂમવ્યક્તિ અને જેનું અનુમાન કરવું છે એ વહિવ્યક્તિ વચ્ચે પણ કાર્યકારણભાવ ગૃહીત હોવાથી તે વહ્નિનું અનુમાન થઈ શકે છે. પણ તે તે વ્યક્તિવિશેષોનો જ પરસ્પર કાર્યકારણભાવ માનવામાં અને સામાન્ય કાર્યકારણભાવ ન માનવામાં તે દૃષ્ટાન્ત બનાવેલ ધૂમ-વહ્નિથી પણ અધિકૃતધૂમ-વહ્નિના કાર્યકારણ ભાવનું ગ્રહણ ન હેવાથી ધૂમજાતીય અધિકૃતધૂમક્ષણવ્યક્તિથી વદ્વિજાતીય વહિક્ષણનું અનુમાન થઈ શકશે નહિ. એમ જે અંકુરક્ષણ દેખાઈ રહી છે તેનું અનુમેય બીજક્ષણ કારણભૂત છે એ પૂર્વે નિર્ણય ન હોવાથી એ બીજક્ષણનું અનુમાન પણ અનુપન થશે. વળી