Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ધર્મોપકરણની અબાધક્તાને વિચાર
૫૧ नन्वेव सकलतान्त्रिकसिद्ध रागजन्यत्व प्रवृत्तेविप्लवत इत्याशङ्कायामाह-'योगकृते'ति, प्रवृत्तिसामान्य प्रति हि योग एव हेतुर्वीर्यान्तरायकर्मक्षय-क्षयोपशमजन्यस्यापि वीर्यस्य नियमतो योगान्वयव्यतिरेकानुविधानात् । अत एव क्षायिक्यपि वीर्यलब्धिः स्वहेतुयोगविलयादेव विलीयत इति सिद्धान्तः। योगश्च वस्तुत एकरूपोऽपि व्यापारभेदात् त्रिधा भिद्यते । तदुक्त विशेषावश्यकभाष्ये
[પ્રસન્નચંદ્ર રાજર્ષિ ઉપર પરદ્રવ્યની અસર કેમ નહિ?].
પૂર્વપક્ષ : પ્રસન્નચંદ્ર રાજર્ષિની બાબતમાં પરદ્રવ્યપ્રવૃત્તિને વ્યતિરેકવ્યભિચારી કહેવી યુક્ત નથી કારણ કે તેમની દુર્મુખ નામના એક સિપાઈને વચનરૂપ પરદ્રવ્ય અંગેની શ્રવણાત્મક પ્રવૃત્તિ હાજર હતી જ. આ શ્રવણથી થએલ મનોવ્યાપાર દ્વારા જ દ્રષોત્પાદ થયો હોવાથી કારણ પણ હાજર હતું જ.
ઉત્તરપક્ષ ? એ રીતે તે સુમુખ નામના સિપાઈને વચન શ્રવણ કરવા રૂપ પદ્રવ્યપ્રવૃત્તિ પણ ત્યાં હાજર હોવાથી રાગને ઉદય થવો જોઈતો હતો, પણ તે તે થયો નથી તેથી તેવા શ્રવણને રાગ કે દ્વેષના જનક માની શકાય નહિ કિન્તુ તે તે કર્મના ઉદયકાળને જ તે તે કાર્યને જનક માનવો જોઈએ. પ્રસન્નચન્દ્ર રાજર્ષિને તે વખતે રાગકર્મને ઉદયકાળ ન હોવાથી તાદશવચનશ્રવણ હોવા છતાં રાગદય થયે નહિ. વળી અવિનીત શિષ્યાદિપ પરદ્રવ્ય અંગેનો ઉપેક્ષાભાવાત્મક માનસિક વ્યાપાર પદ્રવ્યપ્રવૃત્તિરૂપ હોવા છતાં રાગજનક નથી એવું તો તમને પણ માન્ય છે. તેથી જણાય છે કે પરદ્રવ્ય અંગેની પ્રવૃત્તિ ક્યારેક જ રાગાદિને ઉત્પન્ન કરવામાં ઉપયોગી બને છે, સર્વદા નહિ વળી પ્રવૃત્તિ માત્ર જે માહજનક હોય તે નિદ્રાવસ્થામાં થતી શ્વાસ-પ્રશ્વાસાદિની પ્રવૃત્તિથી પણ અનુભવી શકાય એવા રાગાદિ ઉત્પન્ન થવા જોઈએ, પણ થતા નથી કારણ કે અનુભવાતા નથી.
પૂર્વપક્ષ : તેવી પ્રવૃત્તિ પણ અનુભવી ન શકાય એવા સૂક્ષમ રાગાદિને તે ઉત્પન્ન કરે જ છે ને ! તેથી પ્રવૃત્તિ વ્યભિચારી નથી.
ઉત્તરપક્ષ : તેવા સૂમરાગાદિની ઉત્પત્તિમાં કઈ પ્રમાણ ન હોવાથી તે માની શકાય નહિ. આમ પ્રવૃત્તિમાત્ર રાગદ્વેષજનિકા છે એવું માની શકાતું નથી. વળી આજ દલીલથી–અર્થાત્ નિદ્રાવસ્થામાં થતી શ્વાસોશ્વાસાદિની પ્રવૃત્તિ વખતે રાગદ્વેષને કઈ સ્પષ્ટ અનુભવ ન હોવાથી રાગદ્વેષ તે વખતે પણ છે એવું માની શકાતું ન હોવાના કારણે “પ્રવૃત્તિ રાગદ્વેષજન્યા છે એવું માનવું પણ અયુક્ત કરે છે.
[પ્રવૃત્તિ પ્રત્યે વીર્ય અને વીર્ય પ્રત્યે યોગની હેતુતા] પૂર્વપક્ષઃ પ્રવૃત્તિ રાગથી થાય છે એવું જે લગભગ બધા દશનકારોને સંમત છે તેને તમારી વાતથી વિપ્લવ થઈ જાય છે.