Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
ધર્મોપકરણની અબાધકતાનો વિચાર
_ स्यादेतत्-एक रूपस्य मोक्षस्यैकरूपेणैव हेतुना भाव्यमन्यथा व्यभिचारात् , स च शुद्धोपयोग एव शुभोपयोगस्यापि स्वर्गादिसुखहेतुत्वादिति चेत् ? कः किमाह ! निश्चयतः
પ્રથમ સંઘયણી હોઈ વાની ભીંત જેવો સ્થિર–અડગતાવાળે હોય. સહજ રીતે ૧૫ કર્મભૂમિમાં જ હોય. સંહરણથી અકર્મભૂમિ એમાં પણ મળી શકે. ઉત્સપિણીકાળમાં વ્રતસ્થ તરીકે તો ત્રીજા–ચોથા આરામાં જ હોય, જન્મ બીજા આરામાં પણ હાઈ શકે છે. અવસર્પિણીમાં જન્મ ત્રીજા-ચોથા આરામાં હોય, વ્રતસ્થ તરીકે પાંચમાં આરામાં પણ હોય. સંહરણથી તે કઈ પણ કાળમાં હોઈ શકે. સામાયિક અને
પસ્થાપનીયચારિત્રમાં જ આને સ્વીકાર કરાય. પૂર્વ પ્રતિપન મહાત્મા સૂરમપરાયયથાખ્યાતચારિત્રવાળા પણ હોઈ શકે કારણ કે જિનકલ્પ સ્વીકારીને ઉપશમશ્રેણિ માંડનાને એ ચારિત્રો આવી શકે છે. એક સાથે વધુમાં વધુ ૨૦૦ થી ૯૦૦ છો જિનકલ્પ સ્વીકારનાર મળે. પૂર્વે જેઓએ જિનકલ્પ સ્વીકાર્યો હોય તેવા જીવો ઉત્કૃષ્ટથી ૨૦૦૦ થી ૯૦૦૦ મળે. આવા જિનકપીઓ પ્રાયઃ અપવાદસેવન કરતા નથી. જેઘાબળ ક્ષીણ થયા પછી વિહાર ન કરે તે પણ આરાધક હોય છે. જિનકપીઓને આવશ્યકી, નધિકી, મિથ્યાદુષ્કૃત, ગૃહીવિષયક પૃચ્છા અને ઉપસંપદાર૫ પાંચ સામાચારીઓ હોય છે પણ ઈચ્છકારાદિ પાંચ હોતી નથી. વળી કેટલાક આચાર્યો તે, જિનકલ્પીઓને ઉદ્યાનાદિમાં જ નિયમતઃ વાસ કરવાનો હોવાથી સામાન્યથી ગૃહસ્થોને પૃચ્છાદિ કરવાના પણ લેતા નથી, તેથી નધિકી, આવશ્યકી અને ગૃહસ્થઉપસંપદા રૂપ ત્રણ પ્રકારની જ સામાચારી માને છે. વળી જિનકલ્પીઓ નિત્ય લેચ કરે. ઈત્યાદિ જિનકલ્પ સામાચારીને વિસ્તાર શાસ્ત્ર સમુદ્રમાં કરેલું છે. એ જ રીતે પરિહારવિશુદ્ધિ આદિની સામાચારી અને સ્થિતિ પણ જાણી લેવાં. આમ જિનકલ્પાદિરૂપ ઉત્કૃષ્ટ માર્ગની ઉક્ત તુલનાદિ ન કરનાર દિગંબરાદિ બીજાઓને તે તે માર્ગને સ્પર્શ કરે પણ યોગ્ય નથી. તેથી જેઓ જિનકલ્પના નામે સ્થવિરકલ્પ પહેલેથી જ ઊડાડવા માંગે છે તેઓ તે બેમાંથી એકેય લાભ ઉઠાવી શકતા નથી. બલકે જેમ કેઈ ચક્રવતીના ભોજનમાં લુખ્ય બ્રાહ્મણ તે મેળવવા સ્વગૃહાચિત ભજનને છોડી દીધું હોવાથી અને ચક્રવતીનું ભેજન મેળવી ન શકવાથી ભૂખથી પીડાવા સિવાય બીજું કંઈ પામતેં નથી. તેમ જિનકલ્પના ચાળા માટે સ્થવિર કલ્પને પણ છોડનાર ઉભયભ્રષ્ટ થાય છે.
પૂર્વપક્ષ:- મોક્ષાત્મક કાર્ય એક જ વરૂપવાળું હોવાથી એનો હેતુ પણ રોક જ સ્વભાવવાળો હે ઈએ. અર્થાત્ ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા માર્ગ તેના હેતુ બી શકે નહિ કારણ કે એમ હવામાં એ બધા હેતુઓ વ્યભિચારી ગણાય. કારણ કે એક ન હોવા છતાં બીજાથી કાર્ય થઈ શકે છે. અને એક સ્વરૂપવાળા જે હેતુ છે એ તે શુદ્ધોપયોગ જ છે કારણ કે શુભપયોગ તે સ્વર્ગાદિ સુખને હેતુ છે.
૧૧