Book Title: Adhyatmamat Pariksha
Author(s): Yashovijay Maharaj, Bhuvanbhanusuri
Publisher: Babu Amichand Pannalal Jain Derasar Trust
View full book text
________________
૧૦૨
.
અધ્યાત્મમત પરીક્ષા પ્લે. ૪૪ ___ “सर्व वस्तु स्वभावादेवोत्पद्यते, देशनियमस्येव कालनियमस्यापि स्वभावत एव संभवात् । 'कार्यस्य देशनियमोऽपि प्रागभावादिहेतोरेवेति चेत् ? न, तथाप्याकाश एव आकाशत्वमित्यादि नित्यदेशनियमे स्वभावस्थैव शरणत्वात् । यत्तु यस्मिन्ननि घटस्योत्पत्तिस्वभावस्तदहरेव पूर्व कुतः सेति ( ? कुतो न ? इति ) केनचित्पर्यनुयुज्यते तदसत् , परस्य कारणपरम्पराया इव मम स्वभावपरम्पराया आश्रयणे दोषाभावात् । 'तस्याह्नः स्वस्मिन्नेवो
| [એકાન્ત સ્વભાવવાદી બૌદ્ધમત] સર્વ વસ્તુ સ્વભાવથી જ જન્મે છે. ઘડો માટીમાં ઉત્પનન થાય, પટ તંતુમાં જ ઉત્પન્ન થાય વગેરે રૂપ દેશનિયમન સ્વભાવથી જ થાય છે. અર્થાત્ ઘડાને એ સ્વભાવ જ છે કે એ માટીમાં જ ઉત્પન્ન થાય, પટનો એવો સ્વભાવ જ છે કે એ તંતુમાં જ ઉત્પન્ન થાય. આમ અમુક ચેકસ અધિકરણમાં જ ઉત્પન્ન થવા રૂપ દેશનિયમન જેમ સ્વભાવથી થાય છે તેમ કાળ નિયમન પણ સ્વભાવથી જ થાય છે, તમે નિયાયિક] માને છે એવી કારણ સામગ્રીથી નહિ, (અર્થાત્ સંપૂર્ણ કારણ સામગ્રી હાજર થાય એ પછીની ક્ષણે જ કાર્ય થાય, એ પહેલાં કે પછી નહિ એવા * પ્રકારનું, અમુક ચોક્કસ કાળે જ તે તે કાર્યની ઉત્પત્તિ થવા રૂ૫ કાળનિયમન, કારણ સામગ્રી કરે છે એવું નથી.) ઘટારિરૂપ તે તે કાર્યને એ સ્વભાવ જ છે કે એ અમુક દિવસે જ અમુક ક્ષણે જ ઉત્પન્ન થાય. આમ દેશનિયમનની જેમ કાળનિયમન પણ સ્વભાવથી જ થઈ જતું હોવાથી કાળનિયમન કરવા માટે બીજી કારણ સામગ્રી માનવાની જરૂર રહેતી નથી-બીજી કારણ સામગ્રી ન માનવામાં તમે જે આપત્તિ આપે છે કે- જો ઘટાદિને ઉત્પન્ન થવામાં બીજી દંડ-ચકાદિરૂપ કોઈ કારણ સામગ્રીની અપેક્ષા ન હોય તે, એટલે કે એ નિષ્કારણ જ ઉત્પન્ન થઈ જતા હોય તે એ ગમે ત્યાં અને ગમે ત્યારે જ કેમ ઉત્પન્ન થતા નથી? અમુક ચોક્કસ દેશ-કાળમાં જ ઉત્પન્ન થાય એવું નિયમન કરનાર કોણ?” એ આપત્તિ તે ઘટાદિકાર્યને તે સ્વભાવ માની લેવાથી જ નિરસ્ત થઈ જાય છે. તેથી કેઈપણ વસ્તુ પિતાપિતાના તેવા તેવા સ્વભાવથી જ તે તે દેશ-કાળમાં ઉત્પન્ન થાય છે એમ માનવું જ યુક્તિ યુક્ત છે.
શંકા – “દેશનિયમ સ્વભાવથી થતો હોવાથી કાળનિયમ પણ તેનાથી જ માનવો જોઈએ એવું તમારું કથન અયુક્ત છે, કારણ કે મૂળમાં દેશનિયમન પણ સ્વભાવથી થતું નથી કિન્તુ પ્રાગભાવાદિ રૂપ હેતુઓથી જ થાય છે જેમકે જ્યાં (મૃપિંડાદિમાં) ઘટાદિ કાર્યને પ્રાગભાવ રહ્યો હોય ત્યાં જ તે ઉત્પન્ન થાય છે, અન્યત્ર નહિ.
સમાધાન :- અનિત્ય પદાર્થોનું કદાચ એ રીતે દેશનિયમન શક્યું હોવા છતાં નિત્ય એવા આકાશવાદિનું “આકાશવાદિ આકાશાદિમાં જ રહે એવું દેશનિયમન કરનાર તરીકે તમારે પણ સ્વભાવને માન જ પડે છે તેથી અનિત્ય એવા ઘટાદિનું દેશનિયમન પણ સ્વભાવ જ કરે છે એમ માનવું જ યુક્ત છે.