________________
તેમના પરમાર્થમાર્ગનું પ્રકાશ કરવા પ્રયત્ન કરનારા. વીતરાગમાર્ગને પરમાર્થ પ્રકાશવાર પલકાનુગ્રહ શ્રી હેમચંદ્રાચાર્યો કર્યો. તેમ કરવાની જરૂર હતી. વીતરાગમાર્ગ પ્રતિ વિમુખતા અને અન્યમાર્ગ તરફથી વિષમતા, ઈર્ષ્યા આદિ શરૂ થઈ ચૂક્યાં હતાં. આવી વિષમતામાં વીતરાગમાર્ગભણી લેકેને વાળવા, લેકે પકારની તથા તે માર્ગના રક્ષણની તેમને જરૂર જણાઈ. અમારું ગમે તેમ થાઓ, આ માર્ગનું રક્ષણ થવું જોઈએ. એ પ્રકારે તેમણે સ્વાર્પણ કર્યું. પણ આમ તેવા જ કરી શકે. તેવા ભાગ્યવાન, મહામ્યવાન, ક્ષપશમવાનું જ કરી શકે. જુદા જૂદા દર્શને યથાવત્ તેલ કરી અમુક દર્શન સંપૂર્ણ સત્ય સ્વરૂપ છે એ નિર્ધાર કરી શકે તેવા પુરુષ કાનુગ્રહ, પરમાર્થ પ્રકાશ, આત્માર્પણ કરી શકે.
શ્રી હેમચંદ્રાચાર્યે ઘણું કર્યું. શ્રી આનંદઘનજી તેમના પછી છસો વરસે થયા. એ છે વરસના અંતરાળમાં બીજા તેવા હેમચંદ્રાચાર્યની જરૂર હતી. વિષમતા વ્યાપતી જતી હતી. કાળ ઉગ્ર સ્વરૂપ લેતા જત હતો.
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org