________________
૧૫
તે મેં સહર્ષ સ્વીકારી, અને આ ગ્રંથની ઉપરમાં સવિસ્તર જણાવ્યા પ્રમાણે ચતુર્વિધ યેજના સંપૂર્ણ સમગ્ર ગ્રંથ તૈયાર કર્યો, તે આજે સુજ્ઞ વાચકના કરકમળમાં આવે છે. વીતરાગદેવની અને વીતરાગ શાસનની પ્રભાવના કરનારા આવા ગ્રંથના પ્રકાશનને શ્રેયલાભ લેવામાં શ્રીમદ્ રાજચંદ્ર નિજાભ્યાસ મંડપ ટ્રસ્ટ સંસ્થાએ અને તેના પ્રમુખશ્રી શ્રી મેહનલાલ ચીમનલાલ શાહ તથા શ્રી લાલભાઈ સોમચંદભાઈ શાહ શ્રી અરવિંદભાઈ ચિનુભાઈ શાહ આદિ સંસ્થાના ઉત્સાહી કાર્યકર્તાઓએ જે ઉલટ દર્શાવી છે–આવા ભક્તિગ્રંથના પ્રભાવનમાં જે ભક્તિ દાખવી છે, તે ધન્યવાદને પાત્ર છે! સશાસ્ત્રને લખી લખવીને ભક્તિ ભારી કહે છે, પૂજે અર્થે શ્રવણ બહણે અર્થ તેને કહે છે, ભવ્ય પાસે પ્રગટ કરતા તેહ સઝાય દાવે, ચિંતે ભાવે પરમકૃતને વિશ્વમાંહી પ્રભાવે.
–ગદષ્ટિકળશ (સ્વરચિત) પ, ચપાટી રોડ, ડૉ. ભગવાનદાસ મનસુખભાઈ મુંબઈ–૭
મહેતા, જ્ઞાનપંચમી,
એમ. બી. બી. એસ. ૨૦૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org