________________
૧૩ પ્રકાશમાં પિતાની સ્વધન્યતા ચિંતવી સોળમા પ્રકાશમાં વીતરાગ પાસે પિતાના રાગાદિ દેષનું ખેદનિવેદન કર્યું છે અને સત્તરમા પ્રકાશમાં આત્મનિંદા અને વીતરાગશરણપત્તિ કરી છે–વીતરાગદેવનું અનન્ય શરણ સ્વીકાર્યું છે. આવા વીતરાગદેવનું બીજા બધા કહેવાતા દેથી વિલક્ષણ”—વિપરીત વિરુદ્ધ વિશિષ્ટ લક્ષણવાળું દેવપણું અઢારમા પ્રકાશમાં દર્શાવી, પરીક્ષક સુબુદ્ધિજનોને પરીક્ષાનું ખુલ્લું આહવાન કરી હેમચંદ્રાચાર્યજીએ જગન્ના. ચોકમાં વીતરાગદેવની મહાપ્રતિષ્ઠા કરી છે અને આવા વીતરાગદેવની આજ્ઞાઆરાધનભક્તિથી મુક્તિ થાય છે એમ ઓગણીશમાં પ્રકાશમાં ડિડિમનાદથી ઉૉષી, વીશમાં પ્રકાશમાં કલિકાલસર્વજ્ઞ વીતરાગચરણે આત્મસમર્પણ કર્યું છે, અને તેમાં અક્ષરે અક્ષરે અનન્ય ભક્તિરસથી નિર્ઝરતું અદ્ભુત કવિત્વ દાખવી મહાકવિ હેમચંદ્રાચાર્યજીએ. આ વીતરાગસ્તવને કળશ ચઢાવ્ય છે. આમ છે સંક્ષેપમાં આ ગ્રંથનું વસ્તુદિગ્ગદર્શન.
અને આ વિવેચકે આ વિવેચનગ્રંથની આ પ્રકારે, ચતુર્વિધ ચેજના કરી છેઃ (૧) મૂળ લેક, (૨) તેને કાવ્યાનુવાદ –વિવિધ વૃત્તોમાં, (૩) અક્ષરે અક્ષર અર્થ, (૪) ટૂંકું વિવેચન –મૂળના ભાવને ને હાર્દને સ્પર્શતું અને વિવેચતું. આમ આ વિવેચનગ્રંથની આ ચતુવિધ યોજના છે. અત્ર વિવેચનમાં કયા કયા વિષયે ચર્ચિત છે તે આ ગ્રંથની અનુક્રમણિકા પ્રત્યે દષ્ટિપાત કરતાં સુજ્ઞ વાચકને સ્વયં જણાઈ આવશે, એટલે તેની વસ્તુનું અત્ર પિષ્ટપેષણ કરતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org