Book Title: Vikramank Dev Charit
Author(s): Vallabhji Haridatt Acharya, Girijashankar Vallabhji Acharya
Publisher: Gujarat Varnacular Society
View full book text
________________ હતી તેમાં દષ્ટિ કરી. તેમાંથી એક પુરૂષ ઉત્પન્ન થયો. તેનું નામ ચુલુકમાંથી થયે માટે ચાલુક્ય પડયું. એ ચાલુક્ય વંશને મૂળ પુરૂષ થયો. પણ , આ શબ્દ ઇતિહાસના ગ્રંથોમાં જુદા જુદા રૂ૫થી વપરાય છે. વૈ चालुक्य, चुलुक्य, चालुक्क, चलुक्य, चलय, चौलुकेक, चुलुक सने , પણ ગુજરાતી ભાષામાં એને અપભ્રષ્ટ સોલંકી શબ્દજ વપરાય છે. (એ. ચં. મા. નોટ) આ કાવ્યમાં જુદે જુદે સ્થળે ગુજય અને વર્જુિય એ બે શબ્દજ વાપર્યા છે. બ્રહ્માના ચુલુકમાંથી ઉત્પન્ન થયાની વાત ગુજરાતના સોલંકી કુમારપાળના સમયના (વિ. સં. 1208 ના ) વડનગરના શિલાલેખમાં, ચિતોડના કિલ્લાવાળા લેખમાં અને ઈ. સનની 13 મી શતાબ્દીમાં લખાએલા ખંભાતના કુંતલનાથના લેખમાં પણ લખ્યું છે. (ઐ, ચં. ભા. ભા. 1 પૃ. 11.) તેમજ તેને ચંદ્રવંશીનું વિશેષણ જીન હર્ષગણિ વિરચિત વસ્તુપાલ ચરિત્રમાં પણ લખ્યું છે (એ. ચં. મા. પૃષ્ઠ 10) એ ચાલુક્યથી હારિત છે અને તેને માનવ્ય તે પછી અનુક્રમે તેના વંશમાં તૈલપ થયો. (આના સેનાપતિ બાને મુળરાજે હરાવી હાથીની સેના ઝુંટવી લીધાનું કી. ક. સર્ગ 2 જાના શ્લોક 63 માં લખ્યું છે પણ તેને લાટ દેશનો રાજા કહે છે.) તેલપનો સત્યાશ્રય તેને જયસિંહ, અને તેને આહવમલ્લ અથવા શૈલેયમલ્લ થશે. આનું નામ સોમેશ્વર અને તેનાં મહારાજાધિરાજ, પરમેશ્વર, પરમભટ્ટારક, સમસ્ત ભુવનાશ્રય, પૃથિવી વલ્લભ, આહવમલ, અને ઐકયમલ્લ એવાં બિરૂદ હતાં (ઍ, ચં. મા. પૃ. 61) તેણે કલ્યાણપુર વસાવ્યું, ચોલના રાજાને જી, ધારા નગરી છતિ, અને ભેજ ત્યાંથી ભાગે, ડાહલ (ચેદી)ના રાજા કર્ણને હરાવ્ય, સમુદ્ર . તટ ઉપર જયસ્તંભ સ્થાપિત કર્યા, દ્રવિડ દેશના રાજાને હરાવ્યો, અને ચેલની રાજધાની ( કાંચીનગરી) પડાવી લીધી તેથી ત્યાંને રાજા જંગલમાં નાશી ગયો. - તેને સર્વ પ્રકારનું સુખ હતું પણ પુત્ર મુખ જેવા હેતે પામે. તેથી રાજ્ય કારભાર પોતાના મંત્રીઓને સોંપી તે રાણી સહિત તપ કરવા AC. Guriratnasuri M.S.