________________
ભારતમાં શિપીઓની જાતિ જુદા જુદા પ્રાંતોમાં વસેલી છે. તેમાંના થોડા વર્ગની માહિતી મેળવવા પ્રયાસ કર્યો છે. ચાર, પાંચ કે સાતસો વર્ષ પહેલાં તેઓ જે વ્યવસાય કરતા તેઓ વર્તમાનમાં બજાજ વ્યવસાયમાં ધર્માધતાથી કે વટાળ પ્રવૃત્તિમાં પડી ગયા છે તેથી શિપીવર્ગની ચોક્કસ માહિતી મેળવવામાં ઘણી મુશ્કેલી પડે છે.
વિશ્વકર્મા અને તેના વંશના અઢારેક (૧૮) શિલ્પીઓની નોંધ આ નીચે આપું છું – ' (૧) વિશ્વજ્ઞ ( દ્રવિડમાં શિલ્પકર્મ કર્તા) (૨) આચાર્ય ( દ્રવિડમાં ) (૩) પંચાલ (ગુર મહારાષ્ટ્ર) (૪) દેવજ્ઞ ( ) (૫) સ્થપતિ (પશ્ચિમ ભારતના સોમપુરા) (૬) રથાકાર (દ્રવિડ અને ગુર્જર આદિ પ્રદેશમાં) (૭) સૌધન્ય ( ) (૮) પૌરુષેય ( ) (૯) નારાશસ ( ) (૧) કંસાલી (કંસારા) (૧૧) કમાલિયન ( ) (૧૨) અર્કશાળી (
) (૧૩) જાંગીડ (આંગીરસ બ્રાહ્મણનું અપભ્રંશ. આ લેક મધ્યપ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં વસે છે) (૧૪) ધીમાન ( સોમપુરા) (૧૫) પંચ શિપી ( ) (૧૬) કોકાસ ( ) (૧૭) તક્ષા (સુવર્ણકાર) (૧૮) કર્મકાર ઓઝા (કુંભકાર) ઉપરોકત ૧૮ પ્રકારના શિલ્પ કર્મકારો પૃથક પૃથક વિભાગમાં વહેચાયેલા છે.
વર્તમાન કાળમાં જે જે પ્રમુખ શિલ્પી જ્ઞાતિ વગનનું સંશોધન કરતાં પ્રાપ્ત થયું તે આપીએ છીએ –
૧. સોમપુરા-શિલ્પાનો આ અભ્યાસી વગર પશ્ચિમ ભારતમાં સોમપુરા શિલ્પીઓને છે. સ્કંદપુરાણના પ્રભાસ ખંડમાં તેમની ઉત્પત્તિઓ પ્રભાસસોમનાથમાં થઈ તે રસિક ઈતિહાસ છે. તેઓ બ્રાહ્મણ તરીકે કર્મ કરે છે. પરંતુ દાન સ્વીકારતા નથી. સોમપુરાને પવિત્ર માનેલ છે, તેની ઉત્પત્તિ અને તેઓએ શિ૯૫ વ્યવસાય કેમ સ્વિકાર્યો તે પુરાણમાં કહ્યું –
प्रभासेहत्पत्तिर्यस्य शिल्पकर्म प्रदायिना । सोमपुरा झाति रुपोहि देहः श्री विश्वकर्मणः ॥१॥ सोमनाथाज्ञयाकेचित् सोमपरारिति स्मृताः । पाषाणकर्मकारो विश्वकर्मानुगामिनः ॥२॥ चतुराशिति विज्ञेया ब्राह्मणा द्विजकमणि । धर्मशास्त्र गुणैर्युक्ता भोगैश्वर्यै विभूषिता ॥३॥