________________
૧૯
કોઈ સમજ ન પડે તેવા બાળકોએ કરેલા રંગના લપેડા કે ગુણપાટ કોથળા પર રંગના ઢંગધડા વગરના પીછામાં કપના સજીને તેના ગુણગાન ગવાય છે. પ્રેક્ષકને સમજાવવું પડે છે કે આ શું છે? આવા આવા વિકૃત ચિત્ર કરી જગતને મૂર્ખ બનાવે. યુરોપને આ એક ચિત્રકાર પિકાસાં કે જે લાખે પાઉંડ આવા વિકૃત ચિત્રોમાં કમાયે છે તે પિતેજ કહે છે કે મને પણ કાંઈ સમજ નથી પડતી તેવા આડા અવળા રંગના પીછાએ પ્રદર્શનમાં સુવર્ણચંદ્રક અપાવ્યા છે. દુનિયા મૂખે છે, તે બીજાને મૂર્ખ બનાવી રહ્ય નો ખુલે એકરાર કહે છે. આવું જ એક મહિલા ચિત્રકાર કહે છે કે મારા પાળેલા વાંદરાએ કરેલા આડા ઉભા પીછાએ જગતમાં સુવર્ણ ચંદ્રક અપાવ્યો. એજ મહિલાએ જગતને ઉલ્લુ બનાવતું નિવેદન કર્યું.
મોડર્ન આર્ટના નામે ભારતીય કળાને નાશ થઈ રહ્યો છે. આ કાંઈ કળાને વિકાસ નથી પણ ભારતીય કળાની હાંસી થઈ રહી છે.
વર્તમાન કાળમાં શિલ્પ સ્થાપત્ય કળાને પ્રોત્સાહન આપનાર વર્ગ, ધર્માધ્યક્ષ, ધનાઢ્ય અને રાજાઓ હવે રહ્યા નથી તેથી કળાને પ્રોત્સાહન મળતું નથી તેમજ આ વિદ્યાના ગ્રંથોના સંશોધન પણ હવે થતાં નથી. આથી વર્તમાન કાળની સરકારે આ કળાને સર્વ રીતે વિકસાવવી જોઈએ. વર્તમાન સરકાર તે નૃત્ય, ગીત, નાટકટક અને ફેક ચિત્ર જેવી અસ્થાયી કળાને પ્રોત્સાહન આપી રહી છે. જ્યારે સ્થાયી શિલ્પ સ્થાપત્ય કળાની ઉપેક્ષા થઈ રહી છે. સરકારની ઉદાસીનતા છે.
સ્થાપત્યાધિકારી- વાસ્તુશાસ્ત્રમાં યજમાને શિપીના ગુણદોષ તપાસીને શ્રેષ્ઠ શિલ્પીને સકારીને કાર્યધુરા સંપવી. શાસ્ત્રકારોએ બાંધકામના અધિકારી પ્રમાણેમાં ચાર વર્ગ પાડેલ છે. (૧) સ્થપતિ-પ્રમુખ, ચીફ એ જીનીયર (૨) સૂવગ્રાહી રેખા ચિત્ર દોરનારો, શિલ્પીઓની ભાષામાં “સૂત્ર છોડે ” આચિટેકટ (૩) તક્ષક-સૂત્ર પ્રમાણને જાણનાર-પાષાણુ કાર્યમાં નકશી રૂપ કરનારે – (૪) વર્ધકી--બે પ્રકારના કહ્યા છે. એકતે કાષ્ઠ કર્મ કરનાર, અને બીજા માટી કાર્યમાં નિપુણ (મેડલીસ્ટ).
પ્રાસાદ શિલ્પની રચના ભારતના પ્રત્યેક પ્રાંતમાં કંઈક ભિન્ન ભિન્ન કહી છે. તેમાં મુખ્ય તે ઉત્તર ભારતની જુદી જુદી જાતે છેપરતું તે વિશેષ ભાગે નાગરાદિ જાતિની રચના છે. દક્ષિણ તરફની દ્રવિડ જાતિ અને ઉત્તર દક્ષિણ વરચેની વેસર (થા વિરાટ ૧) જાતિના પ્રાસાદે છે. શાસ્ત્રીએ