________________
જાડેથી વિચારવામાં આવે તો તે સત્ય છે અમુક અમુક સ્થાન પર ઘર ન કરવું તે જે વિચારવામાં આવે તે સત્ય જણાયા વગર ન રહે શાસ્ત્રકારોએ વિવિધ વેધદેષ ઉપર પાપ અને મૃત્યુનો ભય બતાવેલ છે, તેવા અશાની શિપીને નકને અધિકારી કહ્યો છે, જ્યારે સ્વામી નિધન થવાને ભય બતાવેલ છે. એ રીતે સમાજને સજાગ કરેલ છે તે ગ્યજ છે. બાંધકામના કેઈ પણ નિયમથી વિરૂદ્ધ કરવાનું ફળ વેધદેષનું ફળ ગૃહસ્વામી અને તેના કુટુંબને ભેગવવું પડે છે. આથી જ્ઞાની સમજદાર શિલ્પીને કાર્ય સોંપવું.
ભૃગુ સંહિતામાં શિલ્પના વાસ્તુ દ્રવ્યમાં પાષાણુ, ઈંટ, ચુનો, લાકડું, માટી, અષ્ટલેહ (મિશ્રધાતુ), મુખ્યત્વે કહી છેવર્તમાન વૈજ્ઞાનિક કાળમાં બાંધકામના દ્રવ્યમાં અનેક રીતે સંશોધ થઈ રહ્યા છે. તેમાં જુદી જુદી જાતના વાસ્તુ દ્રવ્ય બનાવે છે. પરંતુ કેટલાક સ્થાને હવામાનને પ્રતિકૂળ દ્રવ્ય આરે ગ્યની દૃષ્ટિએ નુકશાન કારક થઈ પડે તેથી તેવાનો શાસ્ત્રકારોએ નિષેધ કરેલ છે. વર્તમાનકાળના વિજ્ઞાનના વિકસિત સંશોધનના સામે (ધર્મ વિરૂદ્ધ હેાય તે સિવાય ) આપણે કશું ન કહી શકીએ.
એક વસ્તુ મારે દુઃખ સાથે જણાવવી પડે છે કે વર્તમાનકાળમાં પ્રગતિના નામે ભારતીય કળાનો નાશ થઈ રહ્યો છે. તે આપણા દેશના કેટલાક પાશ્ચાત્ય કેળવણીકારે તે નાશના કારણભૂત છે. ભારતની કળાકૃતિ કરતાં પશ્ચિમનું સારું છે તેવું તેઓ મનાવે છે. આપણા દેટલે દાળ કરતાં પાંઉ બ્રેડ સારાં છે, આપણા સસ્તા કડુ કરીયાતાની ઔષધિ કરતાં પશ્ચિમી ઢબના ઔષધિના બાટલા સારા છે, ભારતની સંસ્કારી પતિવ્રતા આર્યનારી કરતાં પશ્ચિમની લજજા મર્યાદા વગરની નારી શ્રેષ્ઠ છે. આવી અધોગતિની માન્યતાવાળા ભારતના પશ્ચિમી પક્ષપાતીઓની વિકૃત દષ્ટિમાં તેઓને દેશના કળા કે સાદાઈના ગુણે પ્રત્યે અભાવ છે.
ભારતમાં વર્તમાનમાં હમણાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્ર એ ત્રણે કળામાં એવી વિકૃતિ પડી છે કે ભારતી કળાને નાશ કરશે કે શું ? (૧) સ્થાપત્યમાં પશ્ચિમનું અનુકરણ કરી પશ્ચિમના માળા જેવા ઢંગધડા વગરના વિકૃત અને કળા વિહિન ભવને ઉભાં થઈ રહ્યા છે. (૨) સુંદર મૂર્તિઓનું સર્જન આંખને આનંદ આપતું તેના સ્થાને એક સુકા લાકડાનું કુડુ કે જેને કોઈ હાથ પગ માં માથું નથી તેવા શિલ્પની પ્રશંસા થઈ રહી છે. (૩) ચિત્રો સુંદર થતાં જે પ્રેક્ષકોને આનંદથી સભર કરી દેતા તેના સ્થાને .