Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 10
________________ શ્રાવક જીવન : ભાગ ૪ ક્રોધમાં હોશ ખોઈને જો વેરની ગાંઠ બાંધી દીધી તો સમજવું કે સર્વસ્વ લુટાઈ ગયું ! આટલું જાણ્યા-સમજ્યા પછી પણ જો ક્રોધનો ત્યાગ નહીં કરો તો સમજી લેજો કે તમે પૂર્ણ રૂપમાં જિંદગી હારી જશો. બનવાજોગ છે કે તમારી અજ્ઞાનમૂલક માન્યતા તમને ક્રોધ કરવા પ્રેરિત કરે, ક્રોધનાં કેટલાંક સારાં પરિણામ પણ બતાવે. પરંતુ છેવટે તો તેનાં પરિણામ દુઃખદ જ આવે છે. આ રીતે ક્રોધના વિપાકોનું ચિંતન કરવું જોઈએ. કેટલો સમય છે તમારી પાસે, એના હિસાબે ઓછુંવતું ચિંતન કરવાનું છે. હવે માનકષાયના વિપાકોનું ચિંતન બતાવું છું. માનકષાયના વિપાકઃ मानाद् विनयोपघातः માન-અભિમાન કષાયનો પ્રથમ વિપાક છે - વિનયનો નાશ. માની-અભિમાની માણસ ગુરુજનોનો-વડીલોનો વિનય નથી કરતો અને વિનય વગર જીવનમાં ધર્મ આવી શકતો નથી. વિનયમૂો ધમ્મો ધર્મનું મૂળ જ વિનય છે. જેના જીવનમાં વિનય નથી, તેના જીવનમાં ધર્મ નથી હોતો. અભિમાની મનુષ્ય ધાર્મિક નથી બની શકતો. માન-અભિમાનનો બીજો વિપાક છે - જ્ઞાનને કલંકિત કરવું. જ્ઞાની પુરુષ જો અભિમાની હશે તો જ્ઞાનને કલંકિત કરશે. પોતે પણ કલંકિત બને છે, અને જનસમૂહની નજરમાં પોતાની જાતને, પોતાના વ્યક્તિત્વને અને પોતાની પ્રતિભાપૂર્ણ પ્રજ્ઞાનું પતન કરે છે; જ્ઞાનના ગૌરવને પણ હાનિ પહોંચે છે. જ્ઞાનનું જે પરિણામ આવવું જોઈએ, જે ફળ આવવું જોઈએ તે મળતું નથી. આથી જ્ઞાનનું અવમૂલ્યન થાય છે. માન-અભિમાનનો ત્રીજો વિપાક છે - પવિત્ર ધર્મક્રિયાઓની મહત્તાનું પતન કરવું. ધર્મક્રિયાઓ કરનારા કદાચ અભિમાની હોય તો તેમના મનમાં ક્રિયાઓ પ્રત્યે પ્રીતિભાવ ઉત્પન્ન થતો નથી. માન-અભિમાનનો ચોથો વિપાક છે - લોકપ્રિયતાનો અભાવ. અભિમાની માણસ વિનયશીલ તો હોતો જ નથી, અને વિનયહીન માણસ લોકહૃદયમાં આદરપૂર્ણ સ્થાન પામી શકતો નથી. તે માણસ સર્વજનપ્રિય બની શકતો નથી. શું તમે એવું વિચારો છો કે અભિમાની બનીને ય આપણે ધર્મની કલ્યાણમયી આરાધના કરી શકીશું? એવી માન્યતામાં ફસાવાનું નથી, એ તો માયા-મૃગજળ જેવી ગુંચવણ છે; ભ્રમણાની ભુલભુલામણી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 260