Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 8
________________ શ્રાવક જીવન : ભાગ ૪ મહારાજશ્રી ઃ આજે હું એ જ ચિંતન-પ્રક્રિયા સમજાવવા ઇચ્છું છું. પરંતુ ધ્યાન રાખવું કે માત્ર એક વાર સાંભળી લેવા માત્રથી તમારું કામ થવાનું નથી. તમારે દરરોજ આ પ્રકારનું ચિંતન કરવું પડશે. ૨ સભામાંથી : અમે ચિંતન કરીશું ! મહારાજશ્રી : અતિ સુંદર ! આ ચિંતનથી તમારું મન અવશ્ય શાન્તિનો અનુભવ ક૨શે. ચિત્ત પ્રસન્નતાથી ભર્યુંભર્યું રહેશે. સૌથી પ્રથમ ક્રોધના વિપાકોનું ચિંતન કરીશું. ક્રોધના ભયાનક વિપાકો : क्रोधात् प्रीतिविनाशः પ્રિય વ્યક્તિઓ સાથેની પ્રીતિ ક્રોધના ભયંકર દાવાનળમાં બળીને રાખ થઈ જાય છે. અન્ય માનવોના પ્રેમના અભાવે તમારું જીવન રસહીન બની જશે. પરંતુ તમારા જીવનમાં પ્રતિનું-પ્રેમનું મૂલ્યાંકન હશે, પ્રીતિને તમે મહામૂલ્યવાન અમૃત સમજતા હશો; ‘જીવનનો આનંદ, જીવનની સફળતાની આધારશિલા પ્રીતિ છે,’ એ વાત તમે કબૂલ કરતા હશો, તો આ નુકસાન તમને મોટું નુકસાન લાગશે. ક્રોધથી મનુષ્ય બીજાંના પ્રેમને ખોઈ બેસે છે. આ છે, ક્રોધનો પ્રથમ વિપાક. આ વિપાક વર્તમાન જીવન ઉપર ખરાબ પ્રભાવ પાડે છે. ક્રોધઃ પરિતાપ૨: ક્રોધનો બીજો વિપાક છે પરિતાપ ! દાહજ્વરની અતિ ભયંકર પીડાનો તમે અનુભવ કર્યો છે ? અથવા દાહજ્વરથી પીડિત કોઈ વ્યક્તિને તમે જોઈ છે ? અસહ્ય પીડા અને ભયંકર પરિતાપથી તરફડતા માણસને જોઈને કોઈ અંતઃસ્પર્શી વિચાર આવ્યો છે કદી ? ક્રોધની વેદના પણ આવી જ ભયંકર અને અસહ્ય હોય છે. ક્રોધી મનુષ્યનું જીવન અશાંતિની આગમાં દાઝી જાય છે. તેના મનની આગને ન તો ચંદનના શીતળ વિલેપનથી શાંત કરી શકાય છે, કે ન તો ચંદ્રનાં શીતળ કિરણોચાંદની એને શાંત કરી શકે છે. એટલું જ નહીં, ક્રોધી સ્વયં અગનગોળા જેવો થઈ જાય છે. ક્રોધી જેના જેના સંપર્કમાં આવશે, જેને જેને સ્પર્શશે, તેને તે બાળશે. એટલા માટે ક્રોધી માણસનો કોઈ મિત્ર હોતો નથી, અને તે પોતે પણ કોઈનો મિત્ર બની શકતો નથી. ક્રોધીનો કોઈ ચાહક હોતો નથી, કે નથી ક્રોધી કોઈને ચાહી શકતો. તેને ચાહે પણ કોણ ? ક્રોધી મનુષ્ય પોતાના પરિવાર માટે સદાય સંતાપકારી રહે છે. મિત્રો માટે પરિતાપકારી થઈ પડે છે. ગામમાં-ગલીઓમાં...સર્વત્ર તે બીજાંને પરેશાન કરતો રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 260