Book Title: Shravaka Jivan Part 4
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana

View full book text
Previous | Next

Page 7
________________ પ્રવચન. : ૦૨. પરમ કૃપાનિધિ, મહાન શ્રતધર, આચાર્યશ્રી હરિભદ્રસૂરિજીએ સ્વરચિત ધમબિંદુ ગ્રંથના ત્રીજા અધ્યાયમાં શ્રાવક જીવનની દિનચર્યાનું પ્રતિપાદન કર્યું છે. દિનચયમાં યોrખ્યા અને 'નમાવિચિન્તનમ્ બતાવ્યા પછી તેમણે પ્રશસ્ત મક્રિયા ૮૭ના કરવાનું વિધાન કર્યું છે. એનો અર્થ છે - અંતઃકરણને પ્રશસ્ત કરવું. અંતઃકરણને પ્રશસ્ત-શુભ-નિર્મળ કરવાની ક્રિયા કરવાની છે. આ ક્રિયા બાહ્ય ક્રિયા નથી હોતી, આંતરિક હોય છે. માનસિક ક્રિયા છે, ચિંતનાત્મક ક્રિયા છે. આ ચિંતનાત્મક ક્રિયા અવશ્ય કરવી જોઈએ. જો આ ચિંતન-મનન નહીં કરીએ તો જીવનમાં મહાન અનર્થ સર્જાઈ શકે છે. જે માણસો ભાવક્રિયા' નથી કરતા, તેઓ માનસિક અશાંતિ. ક્લેશ અને સંતાપથી દુઃખી થાય છે, પરેશાન થાય છે. માનસિક રોગોનો શિકાર બની જાય છે. એટલા માટે ગ્રંથકાર આચાર્યશ્રી ભાવક્રિયા’ કરવાનો આદેશ આપે છે. તકાકાર આચાર્યશ્રીએ આપણને ચિંતનની દિશા બતાવી છે : क्रोधादिदोषविपाकपर्यालोचनम् । ક્રોધાદિ દોષોના વિપાકનું પાયલોચન કરવાનું છે. એટલે કે ક્રોધ, માન, માયા અને લોભ - આ ચાર મુખ્ય દોષ છે. તેમના કટુ વિપાકોનું, કટુ પરિણામોનું સમગ્રતયા ચિંતન કરવાથી અંતઃકરણ નિર્મળ થતું જાય છે. ક્રોધાદિ દોષ તીવ્ર બનતા નથી. એનાથી ક્લષ, સંતાપ ઉત્પન્ન થતા નથી. ચિત્તમાં સદાય શાન્તિ, સમતા અને પ્રસન્નતા રહે છે. o તમારે ક્રોધનાં ભયંકર પરિણામોનો વિચાર કરવાનો છે. • તમારે માનનાં કરુણ પરિણામોનું ચિંતન કરવાનું છે. તમારે માયાનાં દુઃખદ પરિણામોનું મનન કરવાનું છે. તમારે લોભનાં અતિ ભયંકર પરિણામોની પર્યાલોચના કરવાની છે. મા છે પ્રશસ્ત ભાવક્રિયા! અંતઃકરણ આ પ્રકારના ચિંતન-મનનથી જ નિરાકુળ રહી શકે છે. પ્રસન્નતાનો મધુર અનુભવ કરી શકો છો. સભામાંથી ક્રોધાદિ દોષોના વિપાકનું ચિંતન કઈ રીતે કરવું જોઈએ? આપ એ સમજાવવાની કપા કરો ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 260