Book Title: Shravaka Jivan Part 4 Author(s): Bhadraguptasuri Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana View full book textPage 5
________________ પ્રાસંગિક આચાર્યશ્રી હરિભદ્રસૂરિ-વિરચિત ધર્મીબંદુ'ના ત્રીજા અધ્યાય ઉપર પૂ. આચાર્યશ્રી ભદ્રગુપ્તસૂરીશ્વરજીએ આપેલાં પ્રવચનોનો આ ચોથો ભાગ છે. પ્રવચનો મૂળ હિન્દી ભાષામાં અપાયેલાં છે. એનો આ ભાવાનુવાદ છે. ભાવાનુવાદ કર્યો છે - ડૉ. પ્રહ્લાદ પટેલે. (M.A., Ph.D. વડનગર) જેવી રીતે "થમાંં સરળ પવપ્નામિ ના ચાર ભાગમાં ૯૬ પ્રવચનો પ્રકાશિત થયાં હતાં, તેવી રીતે શ્રાવક જીવન' ના પણ ચાર ભાગ પ્રકાશિત કર્યા છે. બધા જ ભાગોનો અનુવાદ ડૉ. પ્રહ્લાદભાઈ પટેલે કર્યો છે. જેવી રીતે “ધન્વં સરળ પવપ્નામિ"ના ચાર ભાગ ગુજરાતી, હિન્દી અને અંગ્રેજીમાં [Way of Life] છપાયા છે ને ખૂબ આદર પામ્યા છે (હિન્દીમાં બીજી આવૃત્તિ છપાય છે.), તેવી રીતે ‘શ્રાવક જીવન’ના ચાર ભાગ પણ ખૂબ જ ઉપાદેય બનશે, એવી અમારી શ્રદ્ધા છે. જે કોઈ સ્ત્રી-પુરુષને શ્રાવક-શ્રાવિકા બનવું છે, સાચા અર્થમાં શ્રાવક-શ્રાવિકા બનવું છે, તેમના માટે આ ‘શ્રાવક જીવન'ના ચારે ભાગ માર્ગદર્શક બનશે. પૂજ્ય આચાર્યદેવે સરળ છતાં રોચક અને પ્રેરક ભાષામાં આ પ્રવચનો આપેલાં છે. અનેક રસમય પ્રાચીન-અર્વાચીન દૃષ્ટાંતોથી, તર્ક-દલીલોથી અને વર્તમાન પરિસ્થિતિઓની પર્યાલોચનાઓથી આ પ્રવચનો રસપૂર્ણ બનેલાં છે. વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટના આજીવન ગ્રાહકોને તથા ટ્રસ્ટના સાહિત્યના ચાહકોને અમારી આગ્રહપૂર્ણ વિનંતી છે કે તેઓ આવાં સુંદર પુસ્તકોની, વિશેષ પ્રસંગોમાં પ્રભાવના કરે. મિત્રોને, સ્નેહીજનોને ભેટ આપે અને એ રીતે સત્સાહિત્યનો પ્રચા૨-પ્રસાર કરે. કાગળ, પ્રિન્ટિંગ, બાઈન્ડિંગ-બધું જ ખૂબ મોંઘુ થઈ ગયું છે, તે છતાં ટ્રસ્ટ એની પુસ્તક-પ્રકાશનની સત્પ્રવૃત્તિ સતત કરી રહ્યું છે. એ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવંતની પરમ કૃપાનું ફળ છે અને ટ્રસ્ટના વિશાળ વાચકવર્ગના સહયોગની ઉપલબ્ધિ છે ! મહેસાણા ૧-૧૧-૯૩ Jain Education International For Private & Personal Use Only ટ્રસ્ટીગણ વતી જયકુમાર બી. પરીખ www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 260