________________
Previous ૬ ગૃહસ્થ ચગ્ય વ્યવહારુ શિક્ષા ,
જૈનધર્મ સંબંધી સાદી સમજનાં બોધવચન રાગ, દ્વેષ અને મેહ આદિ દોષમાત્રને દૂર કરનાર (જીતી લેનાર) જિનેશ્વર દેવ છે. તેમણે ભાખે જેનર્મ છે. અહિંસા, સંયમ અને તપ એ ધર્મનું લક્ષણ છે, એ પરમ મંગ. ળમય ધમની ધુરા ધારણ કરનાર ધારી સમાન સાધુ-નિગ્રંથ ગુરુ ગણાય છે. શુદ્ધ દેવ, ગુરુ અને ધર્મ ઉપર શ્રદ્ધા રાખનાર, વિવેકચક્ષુથી સત્ય જેનાર, જાણનાર અને સત્ય હિતકારી કરણી કરનાર શ્રાવક કહેવાય છે. સકળ દોષરહિત જિનેશ્વર દેવે ભાખેલા ધર્મને એક સરખી રીતે અનુસરનારા સાધમી લેખાય છે. તેમની ચાચિત સેવાભક્તિ બજાવવાથી ભાગ્યશાળી અને મહાન લાભ મેળવે છે જે આ ભવસમુદ્રથી તારે, પાર ઉતારે અથવા જેના વડે ભવને પાર પામોએ તે તીર્થ કહેવાય છે. જંગમતીર્થ અને સ્થાવરતીર્થ એ રીતે તીર્થ બે પ્રકારનાં છે. જિનેશ્વર દેવની આજ્ઞાને યથાશક્તિ માન્ય કરી ચાલનારા સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ જંગમતીર્થ છે અને શત્રુ જય, ગિરનાર, આબ, અષ્ટાપદ અને સંમેતશિખર પ્રમુખ સ્થાવરતીર્થ છે. શુદ્ધ ભાવથી તેને ભેટનાર ભવસમુદ્ર તરી શકે છે. એ પવિત્ર તીર્થને ભાવથી ભેટી યથાશક્તિ દાન, શીલ ને તપરૂપ કરણ કરી લેવી એ દરેક ભવ્યાત્માનું અવશ્ય કર્તવ્ય છે, તીથે કઈક સજજનેને સમાગમ પણ થઈ શકે છે, તેમના ઉત્તમ ગુણનું અનુમોદન કરવાથી આપણામાં સજનતા આવે છે, નિંદાદિક દેષનું નિવારણ થાય છે અને નિર્મળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com