________________
( ૯૮ ) પતિના હુકમને માન્ય રાખ જોઈએ,પતિના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું જોઈએ, એમ પતિવ્રતા ધર્મ સાચવો જોઈએ.
સવાલ–જાનવરે તરફ આપણી શી ફરજ છે?
જવાબ જાનવરોને આપણે મારવા નહિ. તેઓ આપણું કબજામાં હોય તો તેમની ખાવાપીવા સંબંધી સંભાળ લેવડાવવી. તેમના બચ્ચાં થાય તો તે ઉછેરી મેટાં થાય તેમ સંભાળ રાખવી અને જનાવરના ગજા કરતાં વધુ કામ તેની પાસેથી લેવરાવવું નહીં.
સવાલ–આપણા સાધમી ભાઈઓ તરફ આપણે કેમ વર્તવું ?
જવાબ-આપણું ધર્મપિતા શ્રી મહાવીર ભગવાન છે અને આપણે તે તેમના પુત્ર-પુત્રીએ છીએ માટે આપણે સગા ભાઈબહેને તરીકે તેમને ગણવા એટલું જ નહિ પણ સંસારના સગપણ કરતાં ધર્મસગપણ ભવભવનું હોવાથી આપણું ભાઈબહેને કરતાં તેઓને વધારે ચાહવાં.
સવાલ-આખા જનસમાજ તરફ આપણી શી ફરજ છે?
જવાબ–જનસમાજમાં સત્યનો પ્રકાશ અને શાંતિ જળવાય તેવી ઇચ્છા હમેશાં રાખવી જોઈએ. અને આ ઈચ્છાને અનુસરી આપણે મન, વચન અને કર્મથી આપણું વર્તન પવિત્ર રાખી જનસમાજને આનંદકર્તા થવું જોઈએ.
સવાલ-આપણા ધર્મ તરફ આપણી શી ફરજ છે ?
જવાબ-આપણા ધર્મ પર પૂર્ણ ભાવ રાખી તેમાં રહેલી ઉત્તમ શિક્ષાઓ માન્ય રાખવી જોઈએ. ધર્મની ખરી નબીઓ શોપીને તેમને પ્રકાશમાં લાવવી જોઈએ.
સવાલ-આપણુ મને તરફ આપણું શી ફરજ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com