________________
સવાલ-માબાપ સાથે આપણે શી રીતે વર્તવું જોઈએ ?
જવાબ–માબાપની આજ્ઞામાં રહેવું, તેમની બનતી સેવા કરવી, તથા તેમને રાજી રાખવા તત્પર રહેવું અને તેમના સાથે કયારેય પણ કંકાસ કરી તેમનું દિલ દુભવવું નહિ.
સવાલ–વડીલ તરફ આપણે શી રીતે વર્તવું જોઈએ?
જવાબ–તેઓ જાણે આપણું માબાપ જ હેય તેમતેમની સાથે નમ્રતાથી વર્તવું અને તેમના તરફ પૂજ્યભાવ રાખવો.
સવાલ–ભાઈઓ તથા બેને સાથે શી રીતે વર્તવું જોઈએ ?
જવાબ–ભાઈઓએ અરસપરસ પૂર્ણ પ્રીતિ અને પૂરતી પ્રમાણિકતા રાખવી. અરસ્પરસમાં વાદવિવાદ, તકરાર, કઠોર વચન કે કઠોર વર્તન કરી કુસંપનાં બી રેપવાં નહિમોટા ભાઈ કે બેનની આજ્ઞા નાનાએ માનવી
સવાલ–સાથીઓ સાથે તથા મિત્રો સાથે શી રીતે વર્તવું જવાબ–તેમના તરફ માયાળુ તથા પ્રમાણિકપણે વર્તવું. સવાલ–માબાપોએ પુત્ર તરફ કેવી રીતે વર્તવું?
જવાબ– માબાપોએ બધા પુત્ર પર સરખી પ્રીતિ રાખવી, તેમને દરેક હુકમ કરતાં આનંદી વાક્ય બોલવાં, તેમને અપરાધેમાં ગ્ય સમજ આપી ફરીથી તેમ ન થાય તેની સંભાળ લેવી અને તેમને કેળવવાં.
સવાલ-ચાકરે તરફ કેવી રીતે વર્તવું?
આ સ્થળે શિક્ષકોએ અમુક બાળક પિતા તરફ કેમ વર્તી તેના દાખલા આપવા જોઈએ.
* શ્રી મહાવીર સ્વામીની પિતાના મોટા ભાઈ નંદીવર્ધનના તરફની રહેણી વગેરેનાં છાંતે શિક્ષકોએ આપવાં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com