________________
(૧૧૦) નાહક વીર્યને વિનાશ કરવાવડે શરીર કમજોર થઈ જાય છે, એમ સમજી ઉક્ત અનાચથી સહુએ સદંતર દૂર રહેવા લક્ષ રાખવું, તેની ઉપેક્ષા કરવી નહી.
૮. આવકના પ્રમાણમાં જ ખર્ચ રાખવું અને બિનજરૂરી ખર્ચ કમી કરી બચેલા નાણાને સદુપયોગ કરવા-કરાવવા પૂરતું લક્ષ્ય જાતે રાખવું અને સ્વજને પાસે રખાવવું.
૯. શુભ-ધર્માદ ખાતે ખર્ચવા કાઢેલી રકમ વગરવિલંબે વિવેકથી બચી દેવી; કારણ કે સદાકાળ સહુના સરખા શુભ પરિણામ ટકી રહેતા નથી. વળી લક્ષમી પણ આજે છે અને કાલે નથી માટે કાલે કરવું હોય તે આજે જ કરવું.
૧૦ જ્ઞાનદાન સમાન કેઈ ઉત્તમ દાન નથી એમ સમજી સહુએ એ કાર્યમાં યથાશક્તિ સહાય કરવી અને તત્ત્વજ્ઞાનને ફલા થાય તે પ્રબંધ કરે; કેમકે શાસન ઉન્નતિને આધાર તત્વજ્ઞાન ઉપર અવલંબી રહેલો છે.
૧૧. આપણા જૈન ભાઈ-બહેનની અત્યારે ઘણા ભાગે કળાકૌશલ્યની ખામીથી, પ્રમાદ આચરણથી, અગમચેતીપણાના અભાવથી અને નાતવારા વિગેરેમાં નકામા ખર્ચ કરવાની કુરૂઢીથી જે દુઃખભરી હાલત થવા પામી છે તે જલ્દી દૂર થાય તેવી તાલીમ (કેળવણી) દેશકાળને અનુસારે ઉછરતી પ્રજાને આપવા દરેક યોગ્ય સ્થળે ગોઠવણ કરવાની હવે ખાસ જરૂર છે.
૧૨. વીતરાગ પ્રભુને પવિત્ર ઉપદેશ આખી આલમને ઉપકારક થઈ શકે એવો હોવાથી તેને જેમ અધિક પ્રસાર થવા પામે તેમ સહુએ પ્રયત્ન કરવે જગદગુરુ જિનેશ્વર ભગવાને ફરમાવેલી દશ શિક્ષાનું રહસ્ય એ છે કે(૧) શાસનરસિક જનેએ સહુ કોઈ નું ભલું કરવા કરાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com