________________
( ૯૪ ) સવાલ–નીતિ પાળવાથી શું લાભ થાય છે ?
જવાબ–નીતિ પાળવાથી આપણું પિતાની, આપણું ધર્મની, આપણા દેશની તથા આપણી પ્રજાની ઉન્નતિ થઈ શકે છે. જે પ્રજા નીતિથી ભ્રષ્ટ થાય છે તે અહીં પણ દુઃખી થાય છે અને પુનર્જન્મમાં વિશેષ દુઃખી થવાની એમ સમજવું.
સવાલ-જગતનું કલ્યાણ સાધી શકાય તેટલા માટે પવિત્ર મહાત્માઓએ કયા અતિસુગમ નિયમ આપ્યા છે?
જવાબ-(૧) જે આપણને નહી ગમે તે બીજા પ્રત્યે પણ નહી કરવું (૨) જે આપણને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યે વર્તન રાખવું (૩) બીજાએ આપણું બૂરું કર્યું તે પણ આપણે તેનું ભલું જ કરવું. જે કઈ છોકરા કે છોકરી આ નિયમ પાળશે તે અવશ્ય નીતિમાન થશે.
સવાલ–આ નિયમ બાબત વધુ સમજ પાડવી જરૂરી છે માટે પહેલે નિયમ સમજાવે.
જવાબ–કોઈ આપણને મારે કે દુઃખ આપે તે આપણને ગમતું નથી. કેઈ આપણી નિંદા કરે કે આપણને ગાળો ભાંડે તે તે આપણને ગમતું નથી. ત્યારે પહેલા નિયમ પ્રમાણે આપણે કોઈને મારવું કે દુઃખ આપવું નહી, કોઈની નિંદા કરવી નહીં, કેઈને ગાળો ભાંડવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં અને કેઈની સાથે દગો કે લુચ્ચાઈ કરવી નહીં. આ પ્રમાણે તમામ વાત જાણી લેવી.
સવાલ–બીજે નિયમ સમજાવે.
જવાબ–બીજા આપણને સુખ આપે, મીઠાં વચન કહે અને આપણી સંધાતે માયાળુપણાથી વત્ત તે આપણને તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com