SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૯૪ ) સવાલ–નીતિ પાળવાથી શું લાભ થાય છે ? જવાબ–નીતિ પાળવાથી આપણું પિતાની, આપણું ધર્મની, આપણા દેશની તથા આપણી પ્રજાની ઉન્નતિ થઈ શકે છે. જે પ્રજા નીતિથી ભ્રષ્ટ થાય છે તે અહીં પણ દુઃખી થાય છે અને પુનર્જન્મમાં વિશેષ દુઃખી થવાની એમ સમજવું. સવાલ-જગતનું કલ્યાણ સાધી શકાય તેટલા માટે પવિત્ર મહાત્માઓએ કયા અતિસુગમ નિયમ આપ્યા છે? જવાબ-(૧) જે આપણને નહી ગમે તે બીજા પ્રત્યે પણ નહી કરવું (૨) જે આપણને ગમતું હોય તેવું જ બીજા પ્રત્યે વર્તન રાખવું (૩) બીજાએ આપણું બૂરું કર્યું તે પણ આપણે તેનું ભલું જ કરવું. જે કઈ છોકરા કે છોકરી આ નિયમ પાળશે તે અવશ્ય નીતિમાન થશે. સવાલ–આ નિયમ બાબત વધુ સમજ પાડવી જરૂરી છે માટે પહેલે નિયમ સમજાવે. જવાબ–કોઈ આપણને મારે કે દુઃખ આપે તે આપણને ગમતું નથી. કેઈ આપણી નિંદા કરે કે આપણને ગાળો ભાંડે તે તે આપણને ગમતું નથી. ત્યારે પહેલા નિયમ પ્રમાણે આપણે કોઈને મારવું કે દુઃખ આપવું નહી, કોઈની નિંદા કરવી નહીં, કેઈને ગાળો ભાંડવી નહીં, કોઈનું અપમાન કરવું નહીં અને કેઈની સાથે દગો કે લુચ્ચાઈ કરવી નહીં. આ પ્રમાણે તમામ વાત જાણી લેવી. સવાલ–બીજે નિયમ સમજાવે. જવાબ–બીજા આપણને સુખ આપે, મીઠાં વચન કહે અને આપણી સંધાતે માયાળુપણાથી વત્ત તે આપણને તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035263
Book TitleShravak Yogya Achar Vicharadi Sangraha
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay
PublisherKunvarji Anandji
Publication Year1938
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy