________________
( ૫ )
ગમે છે, એટલે બીજા નિયમ પ્રમાણે બીજાને સુખ દેવું, તેની સાથે મીઠાં વચન બોલવાં, તથા તેની સાથે માયાળુપણે વર્તવું.
સવાલ–ત્રીજે નિયમ સમજાવે.
જવાબ–ત્રીજા નિયમ પ્રમાણે જ્યારે કે આપણું તરફ ગુસ્સે થાય ત્યારે આપણે તેના તરફ ક્ષમા રાખવી અને નમ્રતાથી જવાબ આપ. તેમજ કેઈ આપણી સાથે નિર્દયતાથી વતે તે પણ આપણે તેની સાથે પ્રેમભાવથી વર્તવું. આ રીતે તમામ બાબતે વિષે સમજી લેવું. ટૂંકામાં કહીએ તે એમજ કહેવાનું છે કે દેશને બદલે દેષથી ન લેવે પણ ગુણથી લે, એમ કર્યાથી જ આપણે નિર્દોષી રહી સામાને નિર્દોષી કરી શકીએ. ક્રોધીની સામે ક્રોધી ચયાથી બેવડે કરોધ વધે છે, માટે ભૂંડાની સાથે પણ ભલા થઈ વર્તવું એમાં જ અરેખરી મોટાઈ છે.
સવાલ–ઉપરના ત્રણે નિયમ પ્રમાણે ફક્ત મનુષ્યની સાથે જ પ્રેમભાવ રાખવે કે કેમ?
જવાબ–ના. આ જગતમાંના તમામ પ્રાણુઓ તરફ એ જ ત્રણ નિયમ પ્રમાણે વર્તવું.
સવાલ-આ ત્રણે નિયમ પ્રમાણે વર્તવું બહુ કઠણ છે અરું કે નહિ?
જવાબ–નીતિએ વર્તવું એ ખરું તપાસીએ તે સુગમ કામ છે અને અનીતિએ વતવું એ જ મુશ્કેલ કામ છે, પરંતુ
જ્યારે માણસ કામ ક્રોધના વિકારેને વશ થઈ વિવેકહીન બની રહે છે ત્યારે તેને નીતિના નિયમે ચાલવું દુષ્કર લાગે છે અને અનીતિ સહેલી લાગે છે; માટે નીતિન પાળવા અર્થે અંતરની શુદ્ધતા તરફ વહેવાની ખાસ જરૂર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com