________________
(
૬ )
કેટલેક દિવસે તે નકકેતુ રાજા મરણ પામ્યા. તે વખતે મહેતાએ કનકધ્વજ કુમારને રાજગાદીએ બેસાડ્યો અને રાજકાજ સર્વ પેાતાના હાથમાં લીધું. અહીં રાજકાજમાં મગ્ન થયા થકા તે મહેતા ધમ કરવાની વાત ભૂલી ગયા. તે અવસરે પાટિલાના જીવ જે દેવપણે ઉપજ્યા હતા તેણે મહેતાનું એવું સ્વરૂપ જોઇને પ્રતિધવા સારુ શાદિક સર્વ લેાકનુ મન મહેતા ઉપરથી ઉતારી નાંખ્યુ. પ્રભાતે મહેતા રાજાની સભામાં ગયા. રાજાને સલામ કરી ત્યારે રાજાએ મેઢું આડું ફેરવ્યુ, તેથી સભામાં કેએ પશુ મહેતાને એટલાબ્યા નહિ. તે જોઇ મહેતાએ જાણ્યુ કે-‘આજ મારી ઉપર રાજા રીસાયેા છે.’ પછી પેાતાને ઘેર આવીને મરવાના અનેક ઉપાય કરવા માંડ્યા પણ દેવતાએ સ નિષ્ફળ કરો નાંખ્યા ત્યારે તે મનમાં વિલખે થયા. તે વખતે દેવતા પ્રગટ થઇને તેને કહેવા લાગ્યા કે ‘ અરે મહેતા ! સ’સારનુ' સ્વરૂપ એવું છે, કાષ્ટ કાતું નથી. સૌ કાઈ સ્વાર્થનાં સગાં છે.' ઇત્યાદિ દેવતાનાં વચન સાંભળી પ્રધાન પ્રતિમાધ પામ્યા. દેવતા પેાતાને સ્થાનકે ગયા. મહેતાએ પણ સ'સાર અસાર જાણી સર્વ ઋદ્ધિ છાંડીને દીક્ષા લીધી. સાધુપણું પાળતાં દુષ્કર તપ કરી સર્વ પાપ ઢાળી કેવળજ્ઞાન પામ્યા. આ રીતે પ્રત્યાખ્યાન એટલે પરિહરવા ચેાષ્ય વસ્તુનો ત્યાગ કરવારૂપ સામાયિક પર તતલીપુત્રનુ દૃષ્ટાંત.
ઇતિ સામાયિકના આઠ પર્યાય ઉપર આઠ થ્રાંત 'પૂર્ણ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com