________________
(૯૧)
વાંસ ઉપર ચડેલા ઈલાપુત્રે જોયું ત્યારે પિતે મનમાં વિચારવા લાગ્યા કે “અહા ! હજાળમાં પડ્યો, પણ મારે તો એકે અર્થ સર્યો નહિ.” આમ વૈરાગ્ય આણ અનિત્યભાવના ભાવતે ઘાતકર્મને ક્ષય કરી વાંસ ને વાંસ ઉપર કેવળજ્ઞાન પાપે. આ વખતે દેવતાએ કેવળજ્ઞાનને મહત્સવ કર્યો. વાંસની લાકડીનું સિંહાસન બની ગયું. આવું દિવ્ય સિંહાસન જોઈ રાજાદિક નવા નટડી સર્વ પ્રતિબંધ પામ્યા. આ રીતે પરિજ્ઞા-સામાયિક પર ઈલાપુત્રનું દષ્ટાંત. ---- - ૮. પ્રત્યાખ્યાન સામાયિક પર તેટલીપુત્રનું દષ્ટાંત
તેતલપુર નગરમાં કનકકેતુ નામે રાજા હતા. તે રાજ્યના લોભથી પિતાને જેટલા પુત્ર થાય તેને તરત જ મારી નાંખતે હતો. આ રાજને તેટલીપુત્ર નામે મહેતું હતું, તેને પિટિલા નામે ઘણી પ્રિય સ્ત્રી હતી. એકદા પિતાની પિટિલા સ્ત્રીને અણમાનીતી કરી, તેથી તેને બોલાવેચલાવે નહિ. એક દિવસે તેને ઘેર કોઈ સાધવી આહારને અર્થે આવ્યા ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે હે સાધ્વીજી! મારા ભત્તરને વશ કરવાને ઉપાય બતાવે.” સાધ્વીજીએ કહ્યું ધર્મસેવન કરે જેથી તમારા મનોરથ ફળશે.” પિટિલાએ સંસારથી વિરક્ત થઈ વૈરાગ્ય પામી પોતાના સ્વામી પાસે દીક્ષા લેવાની આજ્ઞા માંગી. ત્યારે તેણને મહેતાએ કહ્યું કે તું સાધુપણું પાળી, દેવતાની ગતિ પામી જે મને પ્રતિબધ દેવા આવે તે હું દીક્ષા લેવાની તને આજ્ઞા આપું. ' પિટિલાએ તે કબૂલ કર્યું. દીક્ષા લઇ પંચમહાવ્રત આદર્યા. એવી રીતે શુદ્ધ મનથી ચારિત્ર પાળી સમાધિથી કાળધર્મ પામી દેવતાપણે ઉપજી. હવે મહેતાએ રાજાની રાણી સાથે મળીને રાજાના એક પુત્રને જન્મથકી જ છાને રાખે અને તેને પિતાને ઘેર મોટે કરી સર્વ કળા શીખવી હશયાર કર્યો. આમ કરતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com