________________
(
૯ )
૬. અનવદ્ય સામાયિક પર ધર્મરુચિનુ દષ્ટાંત
એક સમયે ધર્મઘોષ આચાર્યના શિષ્ય ધર્મચિ નામે સાધુ માસખમણના પારણે નગરમાં આહાર અથે ફરતા ફરતા રિહિણું નામે બ્રાહ્મણને ઘેર આવ્યા. રોહિણીએ કડવી તુંબડાનું શાક કર્યું હતું, તેને વિષ સમાન જાણીને ધર્મના દ્વેષથી સાધુને હરાવી દીધું. સાધુએ સ્વસ્થાનકે જઈ ગુરુને બતાવ્યું. ગુરુએ ગંધથી જ વિષમય જાણ સાધુને કહ્યું કે “એ આહાર નિરવઘ સ્થાને જઈને પાઠવી આવે. ત્યારે ધર્મચિ સાધુએ પણ નિરવદ્ય સ્થાને જઈને પાત્ર ધરતી પર મૂકહ્યું. તે મૂક્તાં જ તેમાંથી છટે બહાર પડ્યો. તેની પર કીડીઓ વળગી અને મરણ પામી. આ જાણું પાપથી ભય પામેલા તે મુનિએ સર્વ છવાયેનિને ખમાવી, ત્યાં જ બેસી પોતાના શરીરને સૌથી નિરવદ્ય સ્થાન ગણી કડવી તુંબડીના શાકનું ભેજન કર્યું, એટલે તરત જ તેનું વિષ શરીરમાં પસર્યું. તેથી સમાધિમરણ પામી તે દેવતાપણે ઉપજ્યા. આ રીતે નિષ્પાપ-નિરવઘ આચરગુરૂપ અનવદ્ય-સામાયિક જાણવું.
૭. પરિણા-સામાયિક પર ઈલાપુત્રનું દષ્ટાંત
ઈલાવર્ધન નગરમાં ધનદત્ત નામને શેઠ વસતે હતું, તેને ધનવતી નામની સ્ત્રી હતી. બંનેને ઇલાદેવીની સેવા કરતાં એક પુત્ર થયે તે પરથી ઈલા ( ઈલાચી ) પુત્ર તેનું નામ પાડયું. એક દિવસ તે નગરમાં નાટકીયા રમવા આવ્યા. તેના ટાળામાં એક નટવાની પુત્રી મહાસ્વરૂપવાન હતી તેને જોઈને પૂર્વભવના નેહથી તેની ઉપર ઈલાપુત્ર મેહ પામે. પછી તત્કાળ પિતાને ઘેર આવી તે પોતાના પિતાને કહેવા લાગ્યો કે “ હે પિતાજી! મને આ નાટકીઆની પુત્રી પરણાવે, નહિ તો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com