________________
( ૯૦ ).
હું મરણ પામીશ પણ બીજી કન્યાને નહિ પરાણું.' પિતાએ કહ્યું-“હે પુત્ર! એ નીચ જાતિ છે. અમે તને ઉત્તમ વ્યવહારીથાની રૂપવંત કન્યા પરણાવશું. ' આમ ઘણું સમજાવવા છતાં પુત્ર કઈ રીતે માન્ય નહિ તેથી શેઠે નટ પાસે જઈ તેની પુત્રીનું માથું કર્યું. નટે કહ્યું “અમારી નાચવાની કળા શીખી તે કળાવડે દ્રવ્ય એકઠું કરી અમારી નાતને જે પશે તેને અમે અમારી બેટી પરણાવીએ.' આ વાત પિતાએ ઈલાપુત્રને કહેતાં તે પુત્ર અંગીકાર કરી. હઠથી ઘરમાંથી નીકળી, નાની સાથે જઈ, નટ બની, સકળા શીખી હથિયાર થયો. પછી કેટલેક કાળે નટવા સાથે બેનાતટ નગરે ગયે. ત્યાંના રાજાને પિતાની કળા દેખાડવા સારુ વાંસ ઉપર ચઢી અનેક તરેહની ૨મત રમવા લાગ્યો, જ્યારે નીચે નાટકીયાની પુત્રી વાંસની પાછળ ઊભી રહી ગીત ગાતા ગાતી ઢેલ વગાડતી હતી. એટલામાં રાજ તે નટની પુત્રીનું રૂ૫ દેખી મોહ પામ્યો; તેથી તે મનમાં વિચારે છે કે- આ વટ વાંસ ઉપરથી જે નીચે પડી મરણ પામે તે આ નટડીને હું મારા અંતપુરમાં લઈ જાઉં. 'હવે ઈલાપુને વાંસ ઉપરથી ઉતરીને રાજાને સલામ કરી દાન માગવા માંડ્યું ત્યારે રાજાએ કહ્યું કે “તારું નાટક બરાબર મેં જોયું નહિ, માટે તું ફરીથી વાંસ ઉપર ચડ.' એમ ત્રણ વાર તેને નાટક કરવા રાજાએ વાંસ પર ચડાવ્યું. એવા અવસરે એક મુનિરાજે આહારને વાસ્તે કઈ એક ભાગ્યવંત શેઠને ઘેર આવા ધર્મલાભ દીધે ત્યારે તે શેઠની રંભા સરખી રૂપવંત શ્રી સર્વ શણગારથી શોભિત હતી તે ઊઠીને રૂડા ભાવથી સાધુને વંદના કરી મોદકને થાલ ભરી હેરાવે છે, અને સાધુ પણ નીચી દૃષ્ટિ રાખી આહાર હારે છે, પરંતુ તે સ્ત્રીની સામે લેશમાત્ર નજર કરતા નથી. આવું મહામુનિરાજનું સ્વરૂપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com